પિઝ્ઝા એક એવું ફૂડ છે જેણે કોઈ પણ ન કહી શકે કે અમને આ નથી ભાવતા. બાળકોથી લઇ યંગસ્ટર્સ અને વૃધ્ધો સુધીના તમામ લોકો આને પ્રેમથી ખાય છે. શું તમે ક્યારેય સૌથી લાંબા પિઝ્ઝા ખાધા છે? જો ના, તો આવો અહી !!
વેલ, કેલિફોર્નિયા નું સીટી લોસ એન્જેલસ માં બનાવવામાં આવેલ ૨ કિલોમીટર લાંબા પીઝ્ઝાને દુનિયામાં અત્યાર સુધી ના સૌથી લાંબા પિઝ્ઝા માનવામાં આવે છે. વધારે લાંબા પિઝ્ઝા હોવાના કારણે આનું નામ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ કરવામાં આવ્યું છે.
ખરેખર, કેલીફોર્નીયા ના ફોન્ટાના ના ઓટો ક્લબના ઘણા બધા શેફ મળીને આ વિશાળકાય પિઝ્ઝા બનાવ્યા. આને બનાવવામાં 3,632 કિલોગ્રામ મેંદાનો લોટ, 1,634 કિલોગ્રામ ચીજ અને 2,542 કિલોગ્રામ સાલ્સા સૉસ અને ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો.
આને બનાવવામાં શેફ ને સતત ૮ કલાક નો સમય લાગ્યો. આમાં મોટા એવા ત્રણ ઔદ્યોગિક ઓવાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. માનવતા અને મિત્રતા ના ઉદ્દેશ્યથી આ ફેસ્ટીવલ ની ઉજવણી કરવામાં આવવી હતી.
આને કોઈપણ ખાઈ શકે છે. આ કાર્યક્રમમાં જેટલા રૂપિયા લોકો જમા કરાવે તેણે બેઘર લોકોને દાન કરવાના આશયથી ફેસ્ટીવલ યોજવામાં આવ્યો હતો.