આ છે દુનિયાના સૌથી મોટામાં મોટા ટામેટા…..

24F8A1AC00000578-0-image-m-42_1422015395617

ઘણાં વર્ષોના રિસર્ચ પછી બ્રિટનમાં દુનિયાના સૌથી મોટા ટામેટાંને ઉગાડવામાં આવ્યા છે અને હવે તેણે શાકભાજી માર્કેટમાં લોન્ચ પણ કરવામાં આવ્યા છે.  આ ટામેટાંમાંથી આસાનીથી 4 લોકોનું સલાડ બની શકે છે. આની સાઇઝ સામાન્ય રીતે સલાડ માટે ઉપયોગમાં લેવાતા ટામેટાંની સાઇઝ કરતાં 12 ગણી મોટી છે.

આના ફકત એક ટુકડાથી જ આખું બર્ગર કે સેન્ડવિચ બનાવી શકાય છે. આ ટામેટાંની પહોળાઇ 10 ઇંચ હોય છે અને એવરેજ ટામેટાંનો આકાર 12 ગણો મોટો હોય છે. ટામેટાંનો છોડ 6 ફૂટ લાંબો હોય છે અને એક છોડમાં લગભગ 11 ટામેટાં ઉગે છે. પરંતુ, છોડને જમીન પર ટકી રહેવા માટે સપોર્ટની જરૂર પડે છે. જેનાથી ટામેટાંના બોજથી તે દબાઇ ન જાય.

આને બનાવવા માટે બ્રિટેન અને અમેરિકાના નિષ્ણાંતો એ સાથે મળીને આ પ્રકારના ટામેટા ની જાતિ વિકસાવી. આ વિશાળકાય ટામેટા ના ઝાડ ને ‘ગિગનટોમો’ નામ આપવામાં આવ્યું છે. આની ઊંચાઈ લગભગ ૬ ફૂંટ સુધીની હોય છે.

ઇંગ્લેન્ડમાં છોડ વિકસિત કરનારા નિષ્ણાંતોમાંના એક સાઇમન ક્રોફર્ડને 5 વર્ષ અગાઉ અમેરિકાના સ્વર્ગીય પોલ થોમસના કામને પૂર્ણ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે (થોમસ) 15 વર્ષ પહેલાં વિશાળકાય ટામેટાંની પ્રજાતિ વિકસિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોતાના વિશાળકાય ટામેટાંને માર્કેટમાં આવતા પહેલાં જ તે આ દુનિયામાંથી વિદાય થયા. થોમસના અધૂરા કાર્યને પુર્ણ કરવામાં ક્રોફર્ડ સફળ રહ્યાં.

photo 1

Comments

comments


5,443 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7