કોસ્મો ક્લોક 21, યોકોહામા, જાપાન
હાઈ રોલર દુનિયાનું સૌથી ઉંચુ ફેરી વ્હીલ છે. તે અમેરિકાના લાસ વેગાસ શહેરમાં છે. જેની ઉંચાઈ 167.6 મીટર છે. 158.5 ડાયામીટરવાળા આ ફેરીવ્હીલનું નિર્માણ 2011માં શરૂ થયુ હતુ. પબ્લિક માટે તેને 2014માં ખુલ્લુ મુકાયુ છે. તેમાં 28 પેસેન્જર કેબિન છે, જેમાં એક વારમાં 40 લોકો બેસી શકે છે. રાતના આ પુરૂ સપ્તરંગી એલઈડી લાઈટથી ઝગમગી ઉઠે છે. હાઈ રોલરથી પહેલા દુનિયાનું સૌથી ઉંચુ ફેરી વ્હીલ હોવાનું ગૌરવ સિંગાપોર ફ્લાયર પામેલ હતુ. તેની ઉંચાઈ 165 મીટર છે. તેની પહેલા લંડન આઈ (135 મીટર) અને ચીનનું સ્ટાર ઓફ નૈનચૈંગ (160 મીટર) સૌથી ઉંચુ ફેરી વ્હીલ હતુ.
ઉંચાઈ- 369 ફુટ
નિર્માણ- 1999
ટોકિયો અને યોકોહામામાં બનેલુ આ ફેરી વ્હીલ 1999માં બનાવાયુ હતુ. તેમાં લગભગ 480 લોકો એક સાથે બેસી શકે છે. 60 ગંડોલા પુરા એક ગોળ ચક્કરમાં દર 15 મિનીટ બાદ ઘુમે છે. તે લાલ, પીળા, નારંગી, બ્લુ અને લીલા રંગ છે. આ ફેરી વ્હીલની મજા સવારે 11 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી લઈ શકાય છે. તેના માટે 700 યેન પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવાના હોય છે.
સ્ટાર ફેર્રીસ વિલ, વોટર ફ્રન્ટ સીટી મેલબોર્ન ઔસ્ત્રલિયા
ઉંચાઈ-394 ફુટ
નિર્માણ- ડિસેમ્બર 2008
સ્ટારના આકારમાં બનેલા આ ફેરી વ્હીલની ઉંચાઈ 40 માળની ઈમારત જેટલી છે. 21 એરકન્ડીશન્ડ કેબિનમાં એક સાથે 20 લોકો બેસી શકે છે. તેમાં બેસ્યા બાદ તમને ફ્લાઈટમાં હોવાનો અહેસાસ થાય છે. 365 દિવસ સવારે 10 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી તેની રાઈડની મજા લઈ શકે છે. રાઈડિંગનો ચાર્જ બાળકો માટે 17 ડોલર અને મોટા માટે 29 ડોલર છે.
તિઆંજિન આય તિઆંજિન ચાઈના
ઉંચાઈ-394 ફુટ
નિર્માણ-2007
ચીનની હાય નદીના યોંગલ બ્રીજ પર બનેલા આ ફેરી વ્હીલથી પુરા ચીનને જોઈ શકાય છે. તેના નિર્માણ પહેલા માત્ર લંડન આઈ (135 મીટર), સ્ટાર ઓફ નનચાંગ (160 મીટર) અને સિંગાપોર ફ્લાયર (165 મીટર) જ સૌથી ઉંચા ફેરી વ્હીલ્સ હતા. ટિયાજીન આઈમાં 48 કેબિન છે. એક કેબિનમાં 8 લોકો બેસી શકે છે. તેના એક ચક્કરને પુરૂ કરવામાં કુલ 30 મિનીટનો ટાઈમ લાગે છે. અહીં 768 લોકો એક સાથે રાઈડની મજા લઈ શકે છે.
ધ ન્યુયોર્ક વ્હિલ, સ્ટેટન આઈસલેન્ડ, ન્યુયોર્ક
ઉંચાઈ-630 ફુટ
નિર્માણ- 2015
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની પાસે બનેલા આ ફેરી વ્હીલની ઉંચાઈ લગભગ 60 ઈમારતો બરાબર છે. તેના પર એક સાથે 1,440 લોકો રાઈડ લઈ શકે છે. એક દિવસમાં લગભગ 30,000 લોકો રાઈડ લે છે. એક વર્ષમાં આ ફેરી વ્હીલમાં રાઈડ લેનાર લોકોની સંખ્યા 4 મિલિયનથી ઉપર છે. અઠવાડિયાના સાતેય દિવસ રાઈડિંગની મજા માણી શકાય છે. તે સવારે 10 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. પરંતુ વસંત, ઠંડી અને કોઈ ખાસ પ્રસંગોએ રાતના 2 વાગ્યા સુધી રાઈડિંગ ચાલુ રહે છે.
સિંગાપોર ફ્લ્યેર, મરીના સેન્ટર સિંગાપોર
ઉંચાઈ-541 ફુટ
નિર્માણ-2008
સિંગાપોરના ફ્લાયરની રાઈડ કરતા પુરા સિંગાપોરને જોવાનો મોકો મળે છે. તે સવારે 8.30થી રાતના 11.30 વાગ્યા સુધી ચાલુ રહે છે. એક ચક્કર લગાવવામાં 30 મિનીટ જેટલો સમય લાગે છે. કાચની બનેલી કેબિનમાંથી સિંગાપોરને ખુબ આરામથી જોઈ શકાય છે. બાળકોની રાઈડ માટે 21 ડોલર અને મોટાઓ માટે 33 ડોલર ચુકાવવા પડે છે. પરંતુ ફેમિલી રાઈડ માટેની ફી 78 ડોલર છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર