આ છે દીવ અને દમણમાં જોવાલાયક સ્થળો

daman and diu visiting places | Janvajevu.com

દીવ અને દમણ પર્યટકો માટે એક ઇતિહાસિક ક્ષેત્ર છે. દીવ અને દમણ ક્ષેત્ર રહસ્યમય સોંદર્ય અને સમૃધ્ધ ઇતિહાસનો પરિચય કરાવે છે. આ ક્ષેત્રમાં મોટાભાગે સ્મારક પોર્ટુગીઝ શાસનના સમયમાં બનાવવામાં આવેલ છે. આ ઇતિહાસિક સ્મારક અને ધરોહર આજે પણ જૂની દુનિયાની ખૂબસૂરતીને પ્રસ્તુત કરે છે, જે પર્યટકોને આકર્ષિત કરે છે.

ત્રણ બાજુએ સમુદ્રથી ઘેરાયેલ દીવ અને દમણમાં કઈક ભવ્ય સમુદ્રીતટો ને કુદરત તરફથી ભેટ મળેલ છે. સમુદ્રીતટો પર ચમકતી રેતીની સાથે પ્રાકૃતિક ઢોળાવો પર્યટકોને આમંત્રિત કરતી હોય તેવો આભાસ થાય છે.

શોપિંગ કર્યા વગર તો દીવ અને દમણની યાત્રા અધુરી જ લાગે. હસ્તકળા અને કલાકૃતિઓને પર્યટકો દીવ અને દમણની આકર્ષક યાત્રાની યાદોને પોતાની સાથે લઈ જઈ શકે છે. મોટા શોપિંગ સેંટર અને વેચાણકેન્દ્ર શહેરની વચ્ચે આવેલ છે. ભાવ ઓછો કરવાના શોખીન પર્યટકો આ ક્ષેત્રના સ્થાનીક બજારમાં જઈ શકે છે.

દીવ અને દમણ તમને વેકેશનમાં ફ્રેશ થવાનો અહેસાસ કરાવે છે. બધી ઋતુ માટે યોગ્ય છે દીવ અને દમણ. અહીનો ઇતિહાસ લગભગ ૨૦૦૦ વર્ષ જુનો છે. દીવનો સંદર્ભ તો મહાભારતમાં પણ મળે છે. ૧૪ વર્ષના વનવાસમાં થોડા દિવસો માટે પાંડવો અહી રોકાયા હતા.

દીવ અને દમણ વિષે થોડું…

ભારતના ગુજરાત પાસે દીવ અને દમણ દેશનો સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દીવ અને દમણનો ઇતિહાસ ૧૩મી સુધી છે, જો કે ત્યારે આ ક્ષેત્ર ચૌડા રાજપૂતોના હિસ્સામાં હતો, જેણે વધાલાઓ એ હરાવ્યા અને વધાલાઓ ને ૧૩૩૦ મુસ્લિમ શાસકોએ હરાવ્યો. અહી ૨૦૦ વર્ષ સુધી મુસ્લિમ લોકોનું શાસક ચાલ્યું. અંતમાં પોર્ટુગીઝ વાસીઓ એ ૧૫૩૪માં કબજો કર્યો અને તેણે ૪૫૦ વર્ષો સુધી અહી રાજ કર્યું. ત્યારબાદ ગુજરાતના રાજાઓએ બ્રિટિશ લોકોને અહીંથી બહાર કરવાની કોશીશ કરી પણ તેઓ અસફળ રહ્યા. ૧૫૫૯ માં આખરે દમણ પર ગુજરાતના શાસકોએ કબજો કરી લીધો.

દીવ અને દમણમાં જોવાલાયક સ્થળો

દેવકા બીચ

daman and diu visiting places | Janvajevu.com

અહી એક મનોરંજન માટેનું ગાર્ડન છે. અહી કેટલાક રંગબેરંગી ફુવારાઓ લાગેલ છે. અહી આસપાસ નીરવ શાંતિનો અનુભવ થાય છે.

મોતી દમણ ફોર્ટ

daman and diu visiting places | Janvajevu.com

આ કિલ્લો ૧૬ મી સદીમાં બનેલ છે. ખુબ મોટી સંખ્યામાં પોર્ટુગીઝ લોકો અહી પોતાના પરિવાર સાથે રહેતા.

નાની દમણ

daman and diu visiting places | Janvajevu.com

અહી એક પ્રાચીન ચર્ચ અને ફિશિંગ ડોક છે. અહીનું લાઈટહાઉસ સુંદર સમુદ્રતટને અદભૂત બનાવે છે.

દમણગંગા ટુરિસ્ટ કોમ્પલેક્ષ

daman and diu visiting places | Janvajevu.com

આ કૃત્રિમ કોમ્પલેક્ષમાં નાસ્તાઘર, ઝુંપડી, કોન્ફરન્સ હોલ અને હેલ્થ ક્લબ વગેરે છે, જે પોતાની સુવિધાઓ અને સુંદરતાથી લોકોનું મન મોહી લે છે.

દીવનો કિલ્લો

daman and diu visiting places | Janvajevu.com

દીવ અને દમણના પર્યટકોના કેન્દ્રમાં દીવનો કિલ્લો પ્રમુખ સ્થાન ધરાવે છે. ત્રણે તરફથી સમુદ્રએ ઘેરાયેલ આ સંરચના શહેરી જીવન પર પ્રભાવશાળી છે. સાથે જ સમુદ્રનો ભવ્ય નઝારો પણ પ્રકટ થાય છે.

હિલસા એક્વેરિયમ

daman and diu visiting places | Janvajevu.com

હાલમાં જ બનેલ હિલસા એક્વેરિયમમાં તમને આકર્ષક અને રંગબેરંગી માછલીઓનુ અદભૂત કલેકશન જોવા મળશે.

જામ્પોર બીચ

daman and diu visiting places | Janvajevu.com

આ એક શાંત સમુદ્ર તટ છે, જે તમને ઠંડીમાં પણ ખજૂરીના વૃક્ષોનો અવાજ સારી રીતે સાંભળી શકો છે.

બોમ જીજસનુ ચર્ચ

daman and diu visiting places | Janvajevu.com

આ ચર્ચ ૧૭મી સદીમાં પોર્ટુગીઝ લોકોએ બનાવ્યું હતું. શીશમના લાકડાની કલાકૃતિઓથી આ ચર્ચ આજે પણ એક ઇફેક્ટિવ અનુભવ કરાવે છે.

નાગોઆ બીચ

daman and diu visiting places | Janvajevu.com

બુચરવાડા ગામ સ્થિત આ એક અર્ધવર્તુળાકાર સમુદ્રીતટ છે. તમે અહી અનેક પ્રકારની વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકો છે.

ગંગેશ્વર મંદિર

daman and diu visiting places | Janvajevu.com

સમુદ્રીતટ પર સ્થિત ખડકોની વચ્ચે આ મંદિર છે. ભગવાન શિવ અહી પાંચ લિંગોમાં બિરાજે છે.

Comments

comments


13,598 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 54