ચીનનાં ચેંગદૂથી 600 કિલોમીટરના અંતરે આવેલી આ શાળા 1980માં એક બિલ્ડીંગથી શરુ થયું હતું. જે ફેલાઇને હવે એક ગામના સ્વરૂપમાં ઢળી ગઇ છે. જેનું નિર્માણ દાનની રકમથી થયું હતું. આ શાળાનું નામ છે લારુંગ ગાર બુદ્ધિષ્ટ એકેડમી. આ શાળા વિશ્વની સૌથી મોટી રહેવાની વ્યવસ્થા સાથેની બોદ્ધશાળા છે. અહીં તિબ્બતની પરંપરાગત બોદ્ધ શિક્ષાના અભ્યાસ માટે બાળકો આવે છે.
આ શાળામાં એકથી ત્રણ રૂમ પ્રમાણે નાના ઘર તૈયાર કરવામાં આવ્યા છે, જે બાળકોને રહેવા માટે આપવામાં આવે છે. બધા જ ઘરોને લાલ અને ભૂરા રંગથી જ રંગવામાં આવ્યા છે. છોકરા અને છોકરીઓના રહેવાના વિસ્તારોને માર્ગના આધારે વહેંચી દેવામાં આવ્યા છે. તાઇવાન, હોંગકોંગ, સિંગાપુર અને મલેશિયાથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અહીં આવે છે. અહીં મેડ્રીન અને તિબ્બતી ભાષામાં અભ્યાસ કરાવડાવવામાં આવે છે.
અહીં બાળકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ અહીં ટીવી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ શાળાને દૂરથી જોવા પર તે ઘણી સુંદર દેખાય છે. આ ઉપરાંત રાત્રિના પ્રકાશમાં તે એક શહેરનું સ્વરૂપ ધારણ કરે છે.
શાળાની ખાસ બાબતો –
- 40,000 વિદ્યાર્થીઓ અહીં રહે છે
- ટીવી જોવા પર પ્રતિબંધ છે, પરંતુ સ્માર્ટફોન રાખવા માટે છૂટ આપવામાં આવેલી છે.
- મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે સેકન્ડ હેન્ડ આઇફોન જોવા મળે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર