* લક્ષ્મી પ્રાપ્તિ માટે શુક્રવારે અંધવિદ્યાલય માં ૨૭ સંતરા આંધળા બાળકોને ખવડાવવા.
* પાણી વાળા નારિયેળને માથે ત્રણ વાર ઉલટું ફેરવીને સૂર્યની તરફ રોગી ને જોવા કહેવું. પછી આ નારિયેળને ફોડી નાખવું. આમ કરવાથી રોગ દુર થાય છે.
* પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા સમયે પિતૃદોષ, રાહુદોષ અને મંગલદોષ વગેરે દુર રહે છે. ઉપરાંત ભૂત-પ્રેતનો સાયો પણ દુર થાય છે. મંગળ કામના અને ભાવનાથી હનુમાનજી સાથે જોડાવવાથી બધા પ્રકારના સંકટોથી મુક્તિ મળે છે.
* મીઠું, રાઈ, લસણ, ડુંગળીમાંથી છાલ ઉતારી અને સુકી મિર્ચને દેતવાની આગમાં નાખીને તે આગને રોગીની ઉપર સાત વાર ફેરવવાથી ખરાબ નજરનો દોષ દુર થાય છે.
* દિવાળીના દિવસે સરસવનું તેલ કે શુદ્ધ ધી નો દિવો કરવો (આની ઉપર એક વાટકી મુકવી જેથી કાળાશ તેમાં આવી જશે) અને આની કાજળ બનાવો. હવે આ કાજળને આંખમાં લગાવવાથી ભૂત, પ્રેત વગેરે દુર રહે છે અને આવું કઈક થયું હોય તો તે દુર થાય છે.
* જો તમે કોઈ કામથી બહાર જતા હોવ તો એક લીંબુ લઈને તેના પર ચાર લવિંગને લગાવવા. પછી ‘શ્રી હનુમાન નમ:’ મંત્રનો 21 વાર જાપ કરતા કામ વચ્ચે કઈ નડતર નહિ આવે.
* આંકડાના રૂ થી દીવો બનાવી શિવ મંદિરમાં પ્રજવલિત કરો. આનાથી શિવ પ્રસન્ન થાય છે. આવું નિયમિત રૂપે કરવાથી ગ્રહની બાધા દુર થાય છે.
* કોઇપણ કાર્યની સફળતા માટે ઘરેથી નીકળતા સમયે હાથમાં એક રોટલી રાખો. પછી માર્ગમાં જ્યાં કાગડો દેખાય તેને રોટલીના ટુકડા કરીને ખવડાવી દો. ત્યારબાદ આગળ વધવું. આ ટોટકાથી તમે જે કામ માટે બહાર જતા હશો તેમાં સફળતા મળશે.
* નજર લાગેલ વ્યક્તિને પાનમાં ગુલાબની સાત પાંખડી નાખીને ખવડાવો. વ્યક્તિ એ ઇષ્ટદેવનું નામ લઈને પાન ખાઈ જવું. આનાથી ખરાબ નજર દુર થશે.