આ છે કુદરતે ફુરસતમાં બનાવેલ કાંચ નું મેદાન, અવશ્ય જાણો!!

a-x-testo-23

દુનિયા બનાવનારે દુનિયા ખુબ જ રહસ્યમય બનાવી છે. આમ તો બ્રહ્માંડમાં ઘણા બધા રહસ્યો છુપાયેલ છે જેણે શોધવા ઘણા મુશ્કેલ છે. જયારે અમુક રહસ્યો કુદરતની કારીગરી ને કારણે જાતે જ લોકોની સામે આવી જાય છે. અહી એક એવા કાંચના મેદાન વિષે જણાવવામાં આવ્યું છે જેણે જોઈ તમને એવું થશે કે અમે એક નવી જ દુનિયામાં પ્રવેશી ગયા છીએ.

વેલ, અમે વાત કરી રહ્યા છીએ બોલિવિયા ની જે, દક્ષીણ અમેરિકામાં આવેલ છે. દુનિયાનું સૌથી મોટુ અને સમતલ મીઠાના મેદાન નું નિર્માણ બોલિવિયા મા ત્યારે બન્યું જયારે પૂર્વઐતિહાસિક તળાવ એકદમ સુકાવવા લાગ્યું.

આ તળાવનું નામ ‘સાલાર દે યુનાની’ છે. ‘સાલાર દે યુનાની’ નું ક્ષેત્રફળ 10.582 વર્ગ કિલોમીટર છે. આ અમેરિકાનું અટ્રેક્શન બનેલ છે. બોલિવિયા ની આ જગ્યાને યુનેસ્કોએ વર્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન આપ્યું છે.

03-salar-de-uyuni.jpg.jpg.650x0_q70_crop-smart

મીઠાના આ તળાવમાં જયારે ક્ષારીય પાણીની આછી આછી પરત લાગવા માંડી ત્યારે આ કાંચની જેમ ચમકવા લાગે છે. આની સપાટી પર કોઈપણ વસ્તુનો શેડો (પડછાયો) પડે ત્યારે તેને જોઇને ચોક્કસ મન ખુશ થઇ જાય. જેણે જોઈએ એવું લાગે કે આપણે તદ્દન બીજી જ દુનિયામાં પ્રવેશ્યા છીએ.

અહીંથી સૂર્યોદય અને સુર્યાસ્ત ને જોવાનો નઝારો મનમોહક છે. ચોમાસામાં અને ગરમીમાં આ મીઠું મુલાયમ બની જાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ મીઠાનું ખારું મેદાન સ્થાઈ કે અસ્થાઈ રૂપે સુકાય છે ત્યારે આ કાંચ બની જાય છે. આને જોઇને એક ક્ષણ માટે એવું ફિલ થાય છે કે કુદરતે પોતાનો એક અલગ જ દર્પણ બનાવ્યો છે.

Salar-de-Uyuni-Bolivia-1000x600

28-jpg

Comments

comments


9,063 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 6 = 42