જયારે પણ લોકોને કોઈ ગુપ્ત વાત કહેવી હોય અને આજુબાજુ ના લોકોથી છુપાવવી હોય તો મોટે ભાગે લોકો કોડવર્ડ્સ ની ભાષા નો ઉપયોગ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કોડવર્ડ્સ નો ઉપયોગ ટેકનોલોજીની દુનિયામાં પણ થાય છે. આપણે આને સિક્રેટ કોડ્સ ના નામે જાણીએ છીએ.
Android પ્લેટફોર્મ માં પણ વિવિધ પ્રકારના સિક્રેટ કોડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિક્રેટ કોડ્સની મદદથી યુઝર્સ ફોનમાં બધા પ્રકારના સિક્રેટ્સ જાણી શકે છે. જો તમારે કોઈ જરૂરી જાણકારી જોઈએ તો તમે તે સિક્રેટ કોડ્સ ને એક શૉર્ટકટ્સ ના રૂપે પ્રયોગ કરીને ફોન વિષે જાણકારી મેળવી શકો છો.
ઉદાહરણ તરીકે, જો તમારે તમારા ફોનમાં IMEI નંબર જોવો હોય તો તમારા Android ફોન માં તમે *#06# ડાયલ કરી શકો છો. જો તમારે ફોનની બેટરી અને ફોન વિશે સંપૂર્ણ માહિતી જોઈએ તો ફોનમાં *#*#4636#*#* ડાયલ કરી શકો છો. આ સિક્રેટ કોડ્સ યુઝર્સને સ્માર્ટફોન ની જેમ જ સ્માર્ટ બનાવી દે છે.
એન્ડ્રોઇડ કોડ્સ
1. *#06# જો તમારે તમારા ફોનમાં IMEI નંબર જોવો હોય તો.
2. *#0*# જો ફોનના સર્વિસ મેનુમાં જવું હોય તો આ ડાયલ કરો.
3. *#0228# જો તમારે તમારા ફોનમાં બેટરી સ્ટેટ્સ ચેક કરવું હોય તો આ કોડ ડાયલ કરો.
4. *#9090# / *#1111# ફોનને સર્વિસ મોડમાં કરવા માટે આ કોડ ડાયલ કરો.
5. *#*#4636#*#* જો તમારે તમારા ફોનમાં બેટરી યુઝ, ડીવાઈઝ સાથે જોડાયેલ જાણકારી જોઈએ તો આ કોડ ડાયલ કરો.
6. *#*#34971539#*#* તમારા ફોનના કેમેરા ની બધી જાણકારી મેળવવા માટે Android ફોનમાં આ કોડ ડાયલ કરો.
7. *#12580*369# સોફ્ટવેર અને ફોન હાર્ડવેરની જાણકારી લેવા માટે આ કોડ ડાયલ કરો.
8. *#228# ફોનમાં ADC Reading જાણકારી માટે.
9. *#*#273283*255*663282*#*#* ફોનની બધી મીડિયા ફાઇલો નાં બેકઅપ લેવા માટે ડાયલ કરો.
10. *#*#3264#*#* ફોનની રેમ વિશે જાણકારી મેળવવા માટે હેન્ડસેટમાં આ કોડ ડાયલ કરો.
11. *#*#8255#*#* Google service મોનિટર જોવા માટે આ કોડ ડાયલ કરો.
12. *2767*3855# એન્ડ્રોઇડ ડિવાઇસ ને FORMAT કરવા માટે આ કોડ ડાયલ કરો.
13. *#*#0289#*#* ફોનમાં ઓડિયો ટેસ્ટ કરવા માટે ઓડિયો ટેસ્ટ માટે
સેમસંગના સિક્રેટ કોડ
1. *#0*# આની મદદથી તમે તમારા ફોનમાં એલસીડી, વાયબ્રેટર, કેમેરો, વિડિયો વગેરે ચેક કરી શકો છે.
2. *#1234# આ કોડ તમારા ફોનની હેન્ડસેટની સોફ્ટવેર સંબંધી જાણકારી આપે છે.
3. *2767*3855# આ કોડ યુઝર ડેટા FORMAT કરી દે છે. જયારે પણ તમારા ફોનમાં વાઈરસ આવી જાય છે ત્યારે આ ફોનને FORMAT કરી દે છે.
4. *#*#34971539#*#* આ કોડ તમને કેમેરાની બધી જ માહિતી આપે છે.
5. *#*#7594#*#* આ કોડ તમારા પાવર બટનની જેમ કામ કરશે. આ કોડના માધ્યમે તમે તમારા મોબાઇલને ડાયરેક્ટ બંધ કરી શકો છો.
6. *#*#3264#*#* આ કોડ તમને તમારા મોબાઇલ ના REM વર્ઝન બતાવશે.
HTC ફોન ના કોડ્સ
1. *#*#0842#*#* આ તમારા ફોનમાં વાઇબ્રેશન અને બેકલાઇટ ટેસ્ટ કરે છે.
2. *#*#0*#*#* કોડ ફોનના LCD ટેસ્ટ માટે છે.
3. *#*#2664#*#* આ કોડ ફોનના ટચ સ્ક્રીન ટેસ્ટ માટે છે.
4. *#*#232337#*# આ તમને બ્લુટુથની જાણકારી આપે છે.
5. *#*#3264#*#* રેમ વર્ઝન બતાવે છે.
નોકિયા ફોન ના કોડ્સ
1. *#0000# આ કોડની મદદથી તમે મોડેલ નંબર, સોફ્ટવેરનું વર્ઝન અને સોફ્ટવેરનું વર્ઝન ની રીલીઝ ડેટ જાણી શકો છો.
2. *#92702689# આ કોડના માધ્યમે મેન્યુફેકચર ડેટ અને ટોટલ કૉલ ડયુરેશન જાણી શકો છો.
3. *#7780# આ કોડથી તમે તમારી ફોનની સેટિંગ્સ રીસેટ પહેલા જેવું કરી શકો છો. મોટાભાગે રીસેટ ઓપ્શન્સ સેટિંગ્સ મેનૂ માં સૌથી નીચે હોય છે.
4. *#7370# આ મલ્ટિમિડીયા ફોન્સ ને ફોર્મેટ કરે છે.
5. *#2820# (*#bta_#) આ તમને બ્લુટુથની જાણકારી આપે છે.