મિત્રો તમે તમારા બીઝી શેડ્યુલ માંથી સમય કાઢીને નોર્થની હસીન અને દિલકશ વાડીયોમાં સમય વિતાવી શકો છો. આજે અમે તમને નોર્થ ઇન્ડિયાના ૫ સૌથી રોમેન્ટિક હિલ સ્ટેશન વિષે જણાવવાના છીએ, જ્યાં તમે તમારા પાર્ટનરની સાથે જઈ શકો છે. આ રોમેન્ટિક હિલ સ્ટેશનો અદ્વિતીય છે. અહીની ખૂબસૂરતી અને રોમેન્ટિક મોસમ જોઈને તમારા પાર્ટનરમાં તાજગી આવી જશે. તો દોસ્તો તમારા પાર્ટનરને તરોતાજા કરવા માટે આ સ્થળોની અચૂક મુલાકાત લો.
કાલિમપોંગ
કાલિમપોંગએ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્ય સ્થિત આ આકર્ષક સ્થાન હંમેશાથી જ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. તમે તમારા પાર્ટનરની સાથે અહી આવી શકો છો, કારણકે અહી બરફથી ઠાકેલ પહાડો અદભૂત રોમેન્ટિક દ્રશ્ય પ્રગટ કરે છે. તમે થાકેલા હોય તો અહીની ઠંડી ઠંડી હવા તમને એકજ ક્ષણમાં તરોતાજા અને રિલેક્સ ફિલ કરાવશે.
ચંબા
ઉત્તરાખંડના ટીહરી ગઢવાલ જિલ્લામાં આવેલ ચંબા રોમેન્ટિક યુગલ માટે કોઈ સ્વર્ગથી ઓછુ નથી. પ્રદુષિત રહિત વાતાવરણમાં શાંત, મનોરમ દ્રશ્ય, ખુબજ ઊંચાઈ સુધી ઘેરાયેલા વૃક્ષો, નદીનો કળ કળ કરતો અવાજ અને અહીની સંસ્કૃતિ તમને ખુબજ પસંદ આવશે. એક ક્ષણ માટે તમે હમેશા માટે અહી જ રહેવાનું મન બનાવી લેશો. આ હિલ સ્ટેશન જરદાળુ અને સફરજનની ફળવાડી માટે પ્રખ્યાત છે. અહીંથી તમે ધણા બધા આકર્ષક મંદિરોના પણ દર્શન કરી શકશો.
શિલોંગ
ઉત્તર ભારતનું ખુબજ આકર્ષક સ્થળ શિલોંગને ઉત્તર ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. લીલાછમ જંગલો, ફળોની મનમોહક સુગંધો, વાદળોને ઓઢેલા પહાડો અને પાણીનો અવાજ આ બધું જોયને તમારું મન શિલોંગની ખૂબસૂરતીમાં ડૂબી જશે. અહીના લોકો અને અહીની સંસ્કૃતિ, અદ્વિતીય અને લાજવાબ છે. મહેમાનોનું જોરદાર આતિથ્ય પણું અહીનું જીવતું જાગતું ઉદાહરણ છે.
નુબ્રા ખીણ(વેલી)
લડાખનું ગાર્ડનના નામથી ઓળખાતી નુબ્રા ખીણ ફૂલોની ખીણ કહેવાય છે. ઉનાળામાં અહી પીળા રંગના જંગલી ગુલાબ ખીલે છે. જે દ્રશ્ય લલચાવનારું હોય છે. આખું વર્ષ બરફથી ઢકાયેલ નુબ્રા ખીણ આખા વિશ્વમાં પ્રસીધ્ધ છે, જેને બધા યુગલ પસંદ કરે છે.
સાપુતારા
ગુજરાતના લીલાછમ વૃક્ષો અને ગુજરાતના ભેજને પ્રોત્સાહન કરતુ સાપુતારા લોકપ્રિય સ્થળ છે. સાપુતારામાં તળાવ, સનસેટ પોઇન્ટ, સૂર્યોદય પોઇન્ટ, એકો (પ્રતિધ્વનિ) પોઈન્ટ, ટાઉન વ્યુ પોઈન્ટ અને ગાંધી શિખરો જેવા ઘણા આકર્ષક સ્થળો માટે ઓળખવામાં આવે છે. અહી મોટી સંખ્યામાં અભયારણ્ય, પાર્ક અને બગીચાઓ આવેલા છે. યુગલો અહી આવીને અહીના પ્રાકૃતિક નઝારાઓ નો આનંદ માણી શકે છે.