દરવખતે દુનિયામાં નવું નવું પ્રસ્તુત કરવું અને બધી વસ્તુઓ માં વર્લ્ડ રેકોર્ડ બનાવનાર એકમાત્ર દેશ ચીને આવો કારનામો કર્યો છે. ચીનના શાંધાઈ એ બનાવેલ આ ગોલ્ડ રીંગને દુનિયાની સૌથી મોટી અંગુઠી માનવામાં આવે છે. આ અંગુઠી બનાવીને ચીને નવો વર્લ્ડ રેકોર્ડ હાંસિલ કરી લીધો છો.
આ અંગુઠીનો વજન ૮૨ કિલો કરતા પણ વધારે છે. ૮૨ કિલો સાથે ગોલ્ડથી સજ્જ આ અંગુઠીની પ્રાઈઝ ૨૯.૭૩ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ અંગુઠી ૯૯.૯૯ ટકા શુદ્ધ સોનાથી બનેલ છે. આમાં ૫.૧ કિલોગ્રામ નગીના ઝડેલ છે.
તમને જણાવી દઈએ કે આ અંગુઠી પહેલા ભારે વજનની અને કદમાં મોટી અંગુઠી બનાવવાનો રેકોર્ડ દુબઈમાં બનેલ ૬૪ કિલોગ્રામ વજનની સોનાની અંગુઠીનો હતો. આને સાઉદી અરબના આભુષણ નિર્માતા તૈયેબે બનાવી હતી.