આ ચમત્કારી મંદિર પંદર દિવસ પહેલા જ વરસાદ આવવાની આગાહી આપે છે!

temple (1)

પ્રાચીનકાળમાં જયારે મંદિરો બનાવવામાં આવતા હતા ત્યારે આર્કિટેક્ચરલ અને ખગોળશાસ્ત્રને ઘ્યાનમાં રાખવામાં આવતા હતા. ઉપરાંત રાજા-મહારાજા ખજાનો છુપાવવા તેની ઉપર મંદિર બાંધતા, જેથી ખજાના સુધી આસાનીથી પહોચી શકાય.

પ્રાચીનકાળથી જ ખેડૂતો મોસમની જાણકારી આપવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરતા. ઉત્તર પ્રદેશનું મહાનગર કાનપુરના ઘાટમપુર તાલુકામાં આવેલ ‘બેહટા’ ગામમાં એક એવું મંદિર છે જે વરસાદ આવ્યાના પંદર દિવસ પહેલા તેની જાણકારી આપી દે છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન છે. આ મંદિરમાં બે ગોળ ગુંબજ છે.

આ મંદિર આ ક્ષેત્રના ખેડૂતો માટે એક વરદાનરૂપ ગણાય છે. લગભગ 5000 વર્ષ જૂના આ મંદિર ની વિશેષતા એ છે કે અહી મોનસૂન આવ્યાના 15 દિવસ પહેલા જ છતથી પાણી ટપકવા લાગે છે. જેથી લોકોને ખબર પડે કે આ વર્ષે કેટલો વરસાદ આવશે?

અહીના લોકોનું માનવું છે કે મંદિરમાં જેટલા પ્રમાણમાં વધારે પાણી ટપકે તેટલો જ વધારે વરસાદ આવે છે. જોકે, 21 મી સદીના લોકો માટે આ રીતે વિશ્વાસ કરવો લગભગ અસંભવ છે, કારણકે આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. આ મંદિરની 50 કિમી અંતરે પણ પાણીનો પ્રભાવ રહે છે. જેના કારણે 35 ગામોના ખેડૂતોને ફાયદો થાય છે.

આ મંદિરે વૈજ્ઞાનિકોની ટીમ બોલાવીને ઘણી વાર અભ્યાસ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ નથી જાણી શક્યું કે આ છતમાંથી પાણી આવે છે ક્યાંથી.

Comments

comments


13,199 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 13