ક્રિકેટર્સ પોતાની ડિફરન્ટ હેર સ્ટાઇલથી ફેંસના દિલમાં છવાયેલ રહે છે. જોકે, હેર સ્ટાઇલ ની વાતમાં ક્રિકેટર્સ બોલીવુડ સેલેબ્રીટીથી પાછળ નથી. લોકો ખેલાડીઓના કામ પર જ નહી પણ તેમની સ્ટાઈલને પણ જોવે છે. તો જાણો અજીબ હેર સ્ટાઇલ સાથે ક્રિકેટર્સ…
વિરાટ કોહલી
લાખો યુવાઓના આયકોન વિરાટ કોહલીની હેર સ્ટાઇલ હાલમાં ખુબજ ચર્ચામાં છે. કોહલી અલગ અલગ સમય પર પોતાનો લૂક બદલતા રહે છે. અત્યારે તેમણે પોર્ટુગલના સુપ્રસિદ્ધ ફૂટબોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ હેર સ્ટાઇલ રાખી છે. વિરાટના આ લૂકમાં માથાની બંને બાજુ નહિવત્ વાળ છે. રમતની દુનિયામાં આ હેર સ્ટાઇલને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી લોકપ્રિયતા મળી હતી. આ કારણે આ લૂકને ‘રોનાલ્ડો લૂક’ કહેવામાં આવે છે. યુથ માટે કોહલીની હેર સ્ટાઇલ ઇન્સ્પીરેશન બની ચુકી છે.
ક્રીસ ગેયલ
આ કેરેબિયન ક્રિકેટરની હેર સ્ટાઇલ IPL માં છવાઈ હતી. તેઓ પોતાના મૂડ અનુસાર હેર સ્ટાઇલ બદલતા રહે છે.
મોહમ્મદ શામી
દિલ્હી ડેરડેવિલ્સની ટીમ તરફથી રમનાર આ ક્રિકેટરની સ્ટાઇલ આજથી પહેલા ક્યારેય સામે નથી આવી. હવે શામીએ પણ અલગ હેર સ્ટાઇલ રાખીને ફેશનની રેસમાં પોતાનું નામ જોડ્યું છે. શામીના માથા પર કટ-આઉટ ડીટેલ્સની સાથે ક્રોપ હેર છે. જોકે, આ ટ્રેન્ડ ફિલ્મ ‘ગજની’ માં જોવા મળ્યો હતો છતા શામીને કારણે ફરીવાર ચર્ચામાં આ હેર સ્ટાઇલ આવી હતી.
આંદ્રે રસેલ
પોતાના ફેશન સેન્સથી લોકોને દીવાના કરવાનું કોઈ આની પાસેથી શીખે. ક્રિકેટના સીવાય રસેલ પોતાના ડિફરન્ટ અને હટકે લૂક માટે ફેમસ છે. રસેલને વિચિત્ર હેર સ્ટાઇલ રાખવાનું પસંદ છે.
શિખર ધવન
મૂછો પર આંગળી ફેરવતા શિખરને તમે જોયા જ હશે. મૂછ સિવાય તેની હેર સ્ટાઇલ પણ તેને એક અલગ લૂક આપે છે. શિખર અલગ અલગ હેર સ્ટાઇલ રાખવાનું પસંદ કરે છે. તેઓ ખાસકરીને ગજની સ્ટાઈલને વધારે પસંદ કરે છે.
લસિથ મલિંગા
શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાની આ હેર સ્ટાઇલ પોતાની બોલિંગ જેમ જોરદાર છે.