આ ક્રિકેટર્સના બેટથી ફક્ત ચોગ્ગા અને છક્કા જ નથી નીકળતા, ઘન પણ નીકળે છે.

2f944fc61809b999348a062bdfd26976

ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોનું આકર્ષણ વધારે છે. જયારે ક્રિકેટ આવે ત્યારે લોકો તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. આમ તો તમે ક્રિકેટર્સના આલીશાન ઘર અને ગાડીઓ વિષે જાણ્યું કે સાંભળ્યું જ હશે પરંતુ, ખુબ ઓછા લોકો જાણે છે કે ધોની, કોહલી, રોહિત અને ધવન પોતાના એક-એક રનની કિંમત શું લે છે. કોહલી નું ફક્ત બેટ જ નહિ પણ બુટથી લઈને ટી-શર્ટ સુધી બધી વસ્તુના પૈસા મળે છે. જયારે અમુક ખેલાડીઓ બેટ પર સ્ટીકર લગાવવાના પણ કરોડો રૂપિયા વસુલતા હોય છે. ચાલો આજે આ લેખના મધ્યમે જાણીએ કે કયા ક્રિકેટર્સ બેટ પર સ્ટીકર લગાવવાની તગડી રકમ મેળવે છે..

વિરાટ કોહલી

virat-kohli-76655-kiss-after-100

શરૂઆત કરીએ ભારતીય ટીમના એન્ગ્રી યંગ મેન એટલેકે વિરાટ કોહલીથી. કોહલીના બેટ પર MRF નું સ્ટીકર લાગ્યું છે. આ કંપનીનું પ્રમોશન કરવા માટે કોહલીને 8 કરોડ રૂપિયા મળે છે. ટી-શર્ટ અને બુટની રકમ મેળવીને અ આંકડો ૧૦ કરોડ સુધી પહોચી જાય છે.

મહેન્દ્ર સિંહ ધોની

335852-ms-dhoni-pull-shot-wc

દુનિયાના સૌથી સફળ કેપ્ટન, કેપ્ટન કુલ એટલેકે મહેન્દ્ર સિંહ ધોની પર કમાઈના મામલામાં વિરાટથી ઓછા પાછળ નથી. તેમના બેટપર લાગેલ સ્ટીકરની કીમત 6 કરોડ રૂપિયા છે. ધોનીના બેટ સ્પાર્ટનનું સ્ટીકર લગાવવામાં આવે છે.

ક્રિસ ગેઈલ

465392-chris-gayle-200clb-700

વેસ્ટ ઈન્ડિઝના ઘાતક બેટ્સમેન ક્રિસ ગેઈલના બેટ પર સ્પાર્ટન નો લોગો લાગ્યો છે. આ સ્ટીકર માટે તેમણે 3 કરોડ રૂપિયા મળે છે. સ્પાર્ટન સિવાય પણ ગેઈલ બીજા પ્રકારના બેટનો પ્રચાર કરે છે.

યુવરાજ સિંહ

Yuvi-ipl-2015

ડાબોડી ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ના બેટ પર લાગેલ સ્ટીકર માટે પોતે 4 કરોડ રૂપિયાની ફીસ વસુલે છે. યુવરાજે પ્યુમાં સાથે કરાર કર્યો છે.

શિખર ધવન

shikhar-dhawan-century-cele

ટીમના શિખર ધવન ના બેટ પર લાગેલ સ્ટીકરને પ્રોમોટ કરવા માટે ધવન 3 કરોડની મોટી રકમ લે છે. શિખર ધવન પણ ખુબ લાંબા સમયથી MRF ના બેટથી રમી રહ્યા છે.

રોહિત શર્મા

rohit-sharma-century-1501

રોહિત શર્મા પણ શિખર ધવન થી થોડા જ પાછળ છે, તે પણ બેટ પર લાગેલ સ્ટીકર માટે 3 કરોડ રૂપિયા લે છે. રોહિત શર્માએ સીએટ ટાયર્સની પહેલા MRF સાથે કરાર કર્યો હતો.

સુરેશ રૈના

okhlX4dcjagah

સુરેશ રૈના પોતાના બેટ પર સ્ટીકર લગાવવા માટે 2.5 થી 3 કરોડ રૂપિયાની ફીસ લે છે.

અજિંક્ય રહાણે

ajinkya-rahane-pti

અજિંક્ય રહાણે પણ 1.5 કરોડ રૂપિયા લે છે, સ્ટીકર લગાવવા માટે.

એબી ડી વિલિયર્સ

08-1436339069-abdevilliers-new-600

દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ પોતાના બેટ પર લગાવવામાં આવતા સ્ટીકર માટે સાડા ત્રણ કરોડ નો ચાર્જ લે છે. તેમને ઓસ્ટ્રેલિયન કંપની કુકાબરા સાથે કરાર છે. જાણવામાં આવ્યું છે કે ખુબ જલ્દીથી તેઓ પણ MRF ના બેટથી રમશે.

ભારતીય વન-ડે અને ટી -20 ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે કમાઈના મામલામાં સૌથી આગળ હોય પણ હવે તેને વિરાટ કોહલી ટક્કર આપશે. બેટથી કમાઈના મામલામાં કોહલીએ ધોનીને પછાડી દીધો છે. વિરાટ જેમ પોતાના બેટથી ચક્કા અને ચોગ્ગા મારે છે તેમજ પોતાના બેટથી કરોડો રૂપિયા પણ વરસાવે છે. તેનો અંદાજો તો તમને આવી જ ગયો હશે.

જોકે, મેદાનની બહાર જાહેરાત કરવામાં ધોની કોહલી કરતા આગળ છે. જાહેરાત કરવા માટે ધોની આઠ કરોડ રૂપિયા લે છે જયારે કોહલી આમાં સહેજ જ પાછળ છે. તે જાહેરાત માટે પાંચ કરોડ રૂપિયા જેવી તગડી રકમ લે છે.

Comments

comments


6,576 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2