આ ઉપાયો અજમાવીને ચમકાવો કિચન ના વાસણો

Washing-dishes-can-help-ease-overworked-minds

જે રીતે આપણે કિચન ને એકદમ ચમકદાર બનાવીએ છીએ તે જ રીતે વાસણમાં ચમક લાવવી પણ જરૂરી છે. આના કારણે પણ આપણું કિચન ‘સ્માર્ટ કિચન’ બને છે. ક્યારેક ઉતાવળમાં અને બળેલા વાસણો આપણાથી બરાબર સાફ થતા નથી તેથી તેમાં કાળાશ આવી જાય છે. અહી જણાવેલ ટીપ્સ તમે યુઝ કરી શકો છો.

*  સ્ટીલના વાસણને ચમકાવવા માટે ડુંગળીનો રસ અને સિરકા (વિનેગર) યોગ્ય માત્રામાં લઇ વાસણોની કાળાશમાં ઘસો. આનાથી વાસણ ચપટીમાં ચકાચક થઇ જશે.

*  વાસણોમાં લાગેલ મેલને દુર કરવા માટે તમે સિરકા સાથે લીંબુના રસનો પણ પ્રયોગ કરી શકો છો.

*  વાસણોને ઘોઈને હંમેશા સુકાવવા દેવા. ત્યારબાદ તેને કપડાથી લૂછવા પણ એટલા જ જરૂરી છે જેટલા ઘોવા. કારણકે કપડાથી વાસણ લૂછવાથી તેમાં ગંધ નહિ રહે અને શાઈની પણ બનશે. તો આને પણ ઘ્યાનમાં રાખવું.

Rinse-with-clean-water-in-seperate-bowl-Step-7

*  જો વાસણને ઘોયા બાદ પણ તેના ડુંગળીની વાશ રહી જતી હોય તો તે વાસણમાં મીઠું નાખીને ઘસવું. આનાથી ગંધ છુટી જશે.

*  ઉપરાંત એલ્યુમિનિયમ ના વાસણને ચમકાવવા માટે પણ તમે મીઠાથી ઘસી શકો છો. આના સિવાય ઘણીવાર તાંબાના અને પીતળના વાસણોમાં લીલા દાગ પડી જતા હોય છે તો તમે આને દુર કરવા પણ મીઠું વાપરી શકો છો.

*  બળેલા વાસણમાં ૧ ચમચી બેકિંગ સોડા, ૨ ચમચી લીંબુનો રસ અને ૨ કપ ગરમ પાણી નાખીને વાસણ ધોવાના તારથી ઘસો. આનાથી વાસણ એકદમ નવા જેવા થઇ જશે.

*  વાસણ ચીકણા ન હોય પણ જો વાસણમાં ભોજન કુક કરતા ભોજન બેસી ગયું હોય તો તે વાસણમાં આખી રાત ગરમ પાણી ભરીને રાખવું. આનાથી ફાયદો થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,999 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24