દુનિયાભરમાં દરેક દેશોના પોતાના અલગ-અલગ નિયમો અને સંસ્કૃતિ હોય છે. જેના વિષે જાણીએ ત્યારે આપણને એવું થાય એક સાવ આવું? વેલ કાંગારુંઓનો દેશ ઓસ્ટ્રેલિયા પણ પોતાના વિચિત્ર નિયમો માટે દુનિયામાં પ્રખ્યાત છે.
આનો શહેરી એરિયા ખુબજ રોમાંચક અને ભવ્ય છે. તો ચાલો જાણીએ તેના નિયમો વિષે…
* સૌથી વિચિત્ર કાનુન તો એ છે કે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં તમે સંડેના દિવસે પિંક પેન્ટ ન પહેરી શકો. છે ને ખરેખર વિચિત્ર!
* મેલબર્ન માં અશ્લીલ સોંગ ગાવા પર કાનુન તમને ૬ મહિનાની સજા આપી શકે છે. જો આ પ્રકારના ગીતો ગાવ તો બીજાના કાનમાં ન સંભળાવવા પડે.
* પૂરી દુનિયામાં વીજળીનો સૌથી વધુ ભાવ ઓસ્ટ્રેલિયામાં છે. અહી કાનુન એટલો બધો જબરદસ્ત અને સખત છે કે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ફક્ત લાઈસેન્સી ઈલેક્ટ્રીશિયન પાસે જ તમે ઘરનો બલ્બ લગાવી શકો, પોતે નહિ.
* ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ માં મહિલાઓ ૬ સ્ક્વેર ઇંચ કરતા મોટી બીકીની ન પહેરી શકે. જો ક્જોઈ મહિલા આવું કરે તો તેને કાયદાનું ઉલંઘન કર્યું કહેવાય.
* સમગ્ર ઓસ્ટ્રેલિયાના રસ્તાઓમાં ડાબી બાજુ ચાલવું ઈલીગલ મનાય છે. તેથી જમણી બાજુ તમે ચાલી શકો છો. આ નિયમ બધી જગ્યાએ લાગુ પડે છે.
* જાનવરો ને ખાવા પર અહી પ્રતિબંધ છે.
* અહી બેટમેન અને રોબીન જેવો ડ્રેસ પહેરવો ગેરકાયદેસર મનાય છે.
* ઓસ્ટ્રેલિયામાં તમે પબ માં દારુ ન પી શકો.
* આપણા ભારતીય ફિલ્મોમાં જયારે આપણને ઈચ્છીએ ત્યારે વરસાદ કરાવી શકીએ છીએ જયારે ઓસ્ટ્રેલિયામાં આવું નથી. અહી તમે તમારા મુજબ આર્ટીફીશીયલ વરસાદ ન વરસાવી શકો. આના માટે રેન મેકિંગ કંટ્રોલ એક્ટ ૧૯૬૬ માં બનાવવામાં આવ્યો છે.
* અહી બાળકો ૧૬ વર્ષની નાની આયુમાં સિગારેટ, દારુ અને કોન્ડોમ ન ખરીદી શકે. ઉપરાંત ૧૬ વર્ષથી નાની આયુમાં સેક્સ પણ ન કરી શકે.
* ઓસ્ટ્રેલિયા ના વિક્ટોરિયા શહેરમાં સૌપ્રથમ સીટ બેલ્ટ પહેરવાનો નિયમ લાગુ પડ્યો.
* સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે એક ઇકોમર્સ વેબસાઈટ eBay પર એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિએ ન્યુઝીલેન્ડ ને વેચવાની કોશિશ કરી હતી. આમ કરીને તેણે કાયદાઓ ભંગ કર્યો અને તે સજાને પાત્ર પણ ગણાયો.
* ઓસ્ટ્રેલિયામાં માંસ ખાતા સમયે તેનું નામ લેવું એ ગેરકાયદેસર છે.