આવી ઠંડી બનાવો મઝા પડી જાય તેવી ‘છોલે ટિક્કી’

આવી ઠંડી બનાવો મઝા પડી જાય તેવી 'છોલે ટિક્કી'
સામગ્રી

૧ વાડકી છોલે ચણા.
૪ નંગ બટાકા, 
૨ ટે. સ્પૂન પનીર, 
૧ ટે. સ્પૂન શેકેલી શીંગનો ભૂકો, 
૧ ટી. સ્પૂન વાટેલાં આદું-મરચાં.
૨ કાંદા, 
૧ ટામેટું, 
૮ કળી લસણ, 

મોટો કટકો આદું, 
૧ લીલું મરચું (ખાંડી નાંખવા).
મીઠું, હળદર, 
1/4 ટી. સ્પૂન લાલ મરચું, 
1/2 ટી. સ્પૂન ગરમ મસાલો.
1/4 ટી. સ્પૂન આમચૂર પાઉડર, 
1/2 ટી. સ્પૂન સંચળનો ભૂકો.

1 ટે. સ્પૂન તેલ, શેલો ફ્રાઇંગ માટે તેલ, 
2 ટે. સ્પૂન આમલીની ચટણી 
સમારેલી કોથમીર.

રીત:-

-ચણાને ૭થી ૮ કલાક પલાળ્યા બાદ પ્રેશર કૂક કરવા.
-કાંદા, ટામેટાં ઝીણાં સમારવાં. લસણ ખાંડવું. ૧ ટે. સ્પૂન તેલ ગરમ મૂકી તેમને સાંતળવાં.
– હળદર, લાલ મરચું, ખાંડેલાં આદું-મરચાં, ગરમ મસાલો નાંખી સાંતળવાનું ચાલુ રાખવું.
-બાફેલા છોલે નાંખી મીઠું, આમચૂર, સંચળ નાંખવાં. ૨ વાડકી પાણી ઉમેરવું.
-થોડા છોલે ભાંગી નાંખવા. ઉકળીને જાડો રસો થાય એટલે ઉતારી લેવું.
-બટાકાને બાફી, છોલી, માવો કરવો. પનીર, શીંગનો ભૂકો, થોડી કોથમીર નાંખવી.
-મીઠું, આદું-મરચાં નાંખી, મસળીને પેટીસ વાળવી.
-નોન-સ્ટિકમાં તેલ મૂકતાં જઈ ગુલાબી શેકવી. દરેક ડિશમાં પેટીસ મૂકી ઉપર રગડો મૂકવો.
-આમલીની ચટણી મૂકી, કોથમીર ભભરાવી વાનગી ઉપયોગમાં લેવી.

નોંધ : 

(૧) છોલે ચણા પ્રોટીનસભર છે. આયર્નયુક્ત છે.
(૨) પેટીસમાં બટાકા, પનીર, શીંગનું મિશ્રણ પોષણ ભરપૂર છે.
(૩) રગડો તથા પેટીસ સંપૂર્ણ પૌષ્ટિક વાનગીમાં પરિણમે છે.

 

Comments

comments


6,108 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 4 =