બનાવો બાળકોને ભાવે તેવી ડિશ ‘ચોકલેટ કેક’
સામગ્રી:
૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)
૬૦ ગ્રામ માખણ અથવા ઘી
૧૦૦ ગ્રામ ખાંડ -પીસેલી
૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (અથવા ઘરમાં મલાઈ હોય તો તે પણ લઇ શકાય.)
૫૦ ગ્રામ ચોકલેટ પાઉડર
૧ નાની ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાઉડર (જો તમને પસંદ હોય તો જ)
૨૦૦ ગ્રામ દૂધ
૧ નાની ચમચી બેકિંગ પાઉડર
૧/૪ નાની ચમચી મીઠું (જો તમને પસંદ હોય તો)
રીત:
-કેક જે કૂકરમાં બનાવવાની હોય તે કૂકરમાં સમાય તે ડબ્બા પણ ઘી લગાડી તેના ઉપર લોટ આછો છાંટી અને અલગ તૈયાર રાખી દેવું.
-ત્યારબાદ, કેક માટેના મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર નાંખી તને મિક્સ કરી અને લોટ ને ચારણીથી ચાળી (બે -વખત) લેવો.
-ત્યારબાદ એક વાસણમાં ઘી/માખણ અને ખાંડ લઇ અને તેને ફેંટો, ખાસ ધ્યાન રહે કે જેનાથી તે મિક્સ કરો તે એક જ દિશઆ તરફ ચમચો ફેરવો. -લગભગ ૨ થી ૩ મિનિટ બાદ માખણ સફેદ ફીણ જેવું થવાં લાગશે. માખણ અને ખાંડને ઝડપથી ફેંટવા.ધીમે ધીમે મિક્સ નહિ કરવું.
-ત્યારબાદ ચોકલેટ પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી અને ફરી એક જ દિશામાં હલાવી અને ફેંટો. લગભગ ૨ થી ૩ મિનિટ ફેંટો.
-હવે તેમાં ચાળેલો મેંદો થોડો થોડો ઉમેરતા જવું અને ધીરે ધીરે મિક્સ કરવું, ખ્યાલ રહે કે મેંદાના ગાંઠા ના પડે.
-બધો જ મેંદો મિક્સ થઇ ગયા બાદ, ફરી ૨ થી ૩ મિનિટ એક તરફ જ તેને હલાવતાં રેહવું અને ખૂબજ સારી રીતે ફેંટો. તેમાં વચ્ચે-વચ્ચે થોડું થોડું દૂધ ઉમેરતા જવું.
-આમ કેકનું મિશ્રણ ભજીયાના લોટ જેવું પાતળું રેહવું જરૂરી.
-દૂધ ઉમેરી દેશો એટલે મિશ્રણ તૈયાર થઇ જશે. તેમાં તમે કાજુ, બદામ, અખરોટ સમારી તમને પસંદ હોય તો નાંખી શકો છો. -સૂકો મેવો નાખ્યા બાદ, તેને એકદમ મિક્સ કરી દેવો.
-કૂકરમાં કેક બનાવતા હોય ત્યારે ધ્યાન રાખવું કે કૂકરમાં મૂકવાનું વાસણ કૂકરના તળિયાને અડીને ના રહે.
-તેમ કરવાથી કેક તળિયામાંથી દાઝી જશે. તે ના થાય તે માટે કૂકરના તળિયામાં એક વાટકી અથવા રીંગ રાખવી અને તેની ઉપર કેકના મિશ્રણનું વાસણ રાખવું.
-અથવા કૂકરના તળિયામાં એક વાટકી મીઠું પાથરી દેવું, અને ફૂલ ગેસ ચાલુ કરી અને કૂકારનું ઢાંકણું ૨ થી ૨-૧/૨ મિનિટ સુધી બંધ કરીને ગરમ કરવું.
-આમ કરવાથી કૂકર કેક બનાવવા માટે યોગ્ય ગરમ થઇ જશે.
(પ્રી હીટેડ ઓવનની જેમ)
-ત્યારબાદ, કેકનું મિશ્રણ જે અગાઉ ઘી-લોટ લગાડેલ વાસણ તૈયાર રાખેલ,તેમાં પાથરવું અને પહેલેથી ગરમ રાખેલ કૂકરમાં તે વાસણ રાખી અને કૂકારનું ઢાંકણું બંધ કરી દેવું.
-કૂકરના ઢાંકણ બંધ કરો ત્યારે તેમાં સિટી લગાડવાની જરૂર નથી. અને ગેસને ધીમી આંચ રાખી અને ૪૦ મિનિટ સુધી કેકને પાકવા દેવી.
-લગભગ ૪૦ મિનિટમાં કેક પાકીને તૈયાર થઇ જશે.
-૪૦ મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચપ્પુની અણી અંદર ખૂપાવીને ને જોવું કે કેક ચોંટે નહિ તો તૈયાર થઇ ગઈ છે તેમ સમજવું.
-ત્યારબાદ, કેકને ઠંડી કરવા મૂકવી અને ઠંડી થઇ ગયા બાદ, કિનારે કિનારે ચપ્પુની ધાર ધીરે ધીરે ફેરવીને કેક એક પ્લેટમા બહાર કાઢવી.
-કૂકરમાં બનાવેલ કેક તૈયાર થઇ જશે. બસ બાળકોને સર્વ કરો અને તેની મઝા માણો