આપણી જિંદગી ના અમૂલ્ય અને સોનેરી વાક્યો, જે છે આપણા માટે કામ ના…

precious things in life in gujarati

* જિંદગી માં ક્યારેય કોઈને નકામું (વ્યર્થ) ન સમજવું કારણકે બંધ પડેલી ઘડિયાળ પણ ફરીવાર સાચો સમય બતાવે છે.

* તૂટી જાય છે ગરીબી માં એ ખાસ સંબંધો, જયારે હજારો દોસ્ત બને છે પૈસા પાસે હોય ત્યારે.

* શરતોની અમીરી કરતા ઈજ્જત ની ગરીબી સારી છે.

* જિંદગી માં સુખ દુઃખ આવવું ખુબજ જરૂરી છે કારણકે ECG માં સીધી લીટીનો અર્થ છે મૃત્યુ જ થાય.

* જલ્દીથી મળવા વાળી વસ્તુ વધારે સમય સુધી નથી ટકતી અને જે વસ્તુ વધારે દિવસ સુધી ટકે છે તે જલ્દી નથી મળતી.

* જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભંગાવે છે.

* ખરાબ દિવસોનો એક સારો ફાયદો સારા સારા મિત્રો પારખી લે છે.

* સંબંધો આજકાલ રોટલી ની જેવા છે થોડીક જ આગ જડપી થાય તો બળીને ખાખ થઇ જાય છે.

* વારંવાર મળતી અસફળતાથી દુખી ન થવું કારણકે ક્યારેક ગુચ્છાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી દે છે.

precious things in life in gujarati

* નાની નાની વાતો નો આનંદ માણવો જોઈએ કારણકે મોટી મોટી વાતો તો જીવનમાં ક્યારેક જ આવે છે.

* ભગવાન પાસે કઈ માંગવાથી ન મળે તો નારાજ ન થવું કારણકે ભગવાન આપણને એ નથી આપતા જે આપણને સારું લાગે છે પણ, ભગવાન એ આપે છે જે આપણા માટે સારું હોય છે.

* બીમારી સસલાની જેમ આવે છે અને કાચબા ની જેમ જાય છે, જયારે પૈસા કાચબા ની જેમ આવે છે અને સસલાની જેમ જાય છે.

* આ વિચાર છે માનસનો કે તે એકલો શું કરી શકે છે, પણ જુઓ એ એકલા સુરજને જે એકલો જ ચમકે છે.

* સંબધો ચાહે ગમે તેટલા ખરાબ કેમ ન હોય પણ તેને ક્યારેય ન તોડવા કારણકે, પાણી કેટલું પણ ગંદુ હોય પણ તરસ ન બુઝાવી શકે તો આગ તો બુઝાવી શકે છે ને!

* માણસો ની જેમ બોલતા ન આવડે તો જાનવરની જેમ મોન રહેવું સારું છે.

* આભારી છુ એ તમામ લોકોનો જેમણે ખરાબ સમયમાં મારો સાથ આપ્યો કારણકે એમણે ભરોસો હતો કે હું મુસીબતો માં એકલો જ સામનો કરી શકું છુ.

* હસીને જુઓ તો પુરી દુનિયા રંગીન લાગશે, નહિ તો ભીની આંખોથી કાંચ પણ ધુધળો જ લાગે છે.

* જીંદગીમાં સારા લોકો ને ન શોધો “પહેલા પોતે સારા બની જાઓ” તમને મળીને કદાચ કોઈની શોધ પૂરી થઇ જાય…

Comments

comments


13,065 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 3