આપણા સમાજમાં દીકરીઓ હીરા સમાન છે કારણકે….

Relaxing-mood-girl-with-umbrella

એક સંતની સભામા અચાનક એક છોકરી ઉભી થઈ… એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો……એ કઈક કેહવા માંગતી હતી.
સંતે એ છોકરીને પુછ્યુ -: બોલ દીકરી શુ વાત છે…? છોકરીએ કહ્યુ :- મહારાજ, આ સમાજમાં છોકરાઓને દરેક પ્રકારની આઝાદી હોય છે, એ કઇ પણ કરે , ગમે ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી. અને આની વિપરીત છોકરીઓ ને વાત વાત મા ટોકવામા આવે છે, આ નહી કરવાનુ , પેલુ ના કરાય એકલા ક્યાય ના જવાય, ઘરે જલ્દી આવી જવુ. વગેર…

સંતે હળવુ સ્મિત રેલાવતા જવાબ આપ્યો. ” બેટા તે કોઈ દીવસ લોખંડની દુકાનની બહાર પડેલા લોખંડની ભારે ભારે ગાર્ડરો જોઈ છે…??
આ ગાર્ડરો શિયાળો , ઉનાળો, ચોમાશું , અને રાત હોય કે દીવસ એમ જ પડી રહેલા હોય છે, તેમ છતા પણ એમનુ કાંઈ નુકસાન નથી થતુ, અને એમની કીંમતમા પણ કાંઈ ફરક નથી પડતો.

બસ છોકરાઓ માટે આ પ્રકારની વિચાર ધારણા છે આ સમાજ માં. હવે જો એક સોની ની દુકાનમાં, એક મોટી તીજોરી પછી એમા નાની તીજોરી, અને એમા નાનકડી ડબ્બીમા રેશમના કપડા ઉપર નજાકત થી મુકેલી હીરાની અંગુઠી…, કારણ…કે સોનીને ખબર છે કે જો આ હીરા પર થોડીક પણ ખરોચ આવી તો આની કોઈ કીંમત નહી રહે…

આ સમાજમા બેટીઓ ની એહમીયત આવી છે. આખા ઘરને રોસન કરતી, ઝીલમીલાતી હીરાની અંગુઠી જેવી… જરાક અમથી ખરોચથી એની અને એના પરીવાર જોડે કાંઈ પણ નથી રેહતુ… બસ આટલુ જ અંતર છે છોકરીઓ અને છોકરાઓમાં આખી સભા સ્તબધ થઈ ગઈ, એ છોકરી ની સાથે આખી સભાની આખોમાં છુપાયેલી નમીમાં હીરા અને લોખંડની એહમીયત સાફ દેખાતી હતી.

” જો પસંદ આવ્યુ હોય તો… તમારી દીકરી, બહેન અને આખી ફેમીલી જોડે શેર કરજો………”

Comments

comments


8,338 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7