આને તો બધાએ ફરજિયાત વાંચવું જ પડશે……

PYE_3523

*  આખા દુધની ચા પીવી હોય તો, પાણીના માટલા ન ફોડો… પત્નીને પૈસા આપો.

*  ભોજનમાં જે મળે તે જમી લો, ટકટક ન કરો…. નવી પત્ની ૨૦ લાખમાં પણ નથી મળતી.

*  રોજના ૨૦ કલાક પત્નીના થઈને રહો એમાં વાંધો નથી…. પણ ૪ કલાક માતા-પિતા તથા બીજા માટે ફાળવજો.

*  પત્નીની કિંમત લગ્ન પહેલા અને મૃત્યુ બાદ જ થાય છે…. તમે તો સમજદાર છો જીવતા તેની કિંમત કરો.

*  શાકમાં વાળ આવે તો બુમાબુમ ન કરો…. વાળવાળી સ્ત્રીઓ છે જ ક્યા ?….. અરે! ટાલવાળી છે જ ક્યાં ?

*  સ્ત્રી કારણ વગર મહિનામાં ત્રણ વાર વિફરે, સ્વીકારી લો… કેમકે ભગવાને તેમનું મગજ જ એવું બનાવ્યું છે… તેમનો વાંક નથી.

*  સ્ત્રી-પુરુષના અંગોમાં ફેરફાર છે, તેમ સ્વભાવમાં પણ ફેરફાર રહેવાનો જ…. સ્વીકારી લો.

*  તમારા ઘરમાં જે દિવસે સ્ત્રીના આંસુ પડે…. તે દિવસથી તમારા ઘરમાં પતન ની શરૂઆત થાય છે.

*  તમે તમારી દીકરીનું દુઃખ જોઈ શકતા નથી ને ?…. તો તમારી પત્ની પણ કોઈકની તો દીકરી છે જ.

*  ગુસ્સો અને રિહ ચડાવીને વાંદરા જેવું મોઢું રાખીને ઘરમાં ન રહો…. વાંદરા તો ખેતરમાં શોભે.

*  શક્ય હોય તો ગાંડા બનીને જીવો…. ન બની શકાય તો બે ચાર ગોળી ખાઈને ગાંડા બનો…. જીવવાની મજા આવશે.

*  ભગવાન તમે ઊંચકી શકો તેટલું જ દુઃખ આપે છે….. માટે વધુ ફરિયાદ ન કરો.

*  વધુ ઘન ઘરમાં પ્રકાશની સાથે અંધકાર પણ ફેલાવે છે…. તમારું ભેગું કરેલ ઘન તમારા બાળકોને કામ ન પણ લાગે.

*  જવાનીમાં પત્ની સાથે ઝઘડશો નહિ…. ઘડપણમાં તો ઝઘડવાનું જ છે.

familypic

*  તમારો વિકાસ લોકોને આભારી છે…. અભિમાન ન કરતા….. પતનમાં પણ તે જ લોકો કામ આવશે.

*  કોઈ જોડે સબંધ બગડે તો ‘સોરી’ અથવા ‘માફી પત્ર’ લખીને એક દિવસ નીચા બનો…. આજીવન મહાન બનો.

*  કોઈપણ વ્યક્તિનું અપમાન કરીને તે વ્યક્તિને નિર્જીવ જેવો જ કરો…. તે અધિકાર તો ભગવાન પાસે જ છે.

*  તમે સમાજમાં કેટલા લોકો જોડે બોલતા નથી ?…. તેનો સ્કોર તો ગણો…. તે સ્કોર તમારા વજનથી વધુ તો નથી ને?.

*  બાપ તો તમને ચાહે જ છે…. ભલે તમે નફરત કરો.

*  બાપાએ બનાવેલ ઘરમાં બાપનું ભોજનબીલ ન ગણો.

*  બાધા રાખવી જ હોય તો… ગુસ્સે નહિ થવાની રાખો… આનંદ-મજા તમારા આંગણે… બી.પી ડાયાબિટીસ ગાયબ.

*  જવાનીમાં તમારી ઘણી ભૂલો પરિવારે સહન કરી છે…. ઘડપણમાં તેમની થોડી ભૂલો સહન કરો.

*  પત્ની ચીન્ગમ જેવી હોય છે…. માટે છોડશો જ નહિ, તેમજ છોડવાનું વિચારશો જ નહિ.

ધર્મપત્નીએ વાંચવું

54ebb482938bf_-_2-husband-wife-couple-fighting-xl

*  હસ્ત મેળાપ ૧૦ મિનીટમાં ભલે થાય….. મન મેળાપ માટે ૧૦૦ વર્ષ પ્રયત્ન કરશો.

*  દરેલ બાબતમાં પતિ જોડે દખલગીરી ન કરો…. જીવન ઝેર જેવું બની જશે.

*  તમે સાસરિયામાં કેટલા ખુશ છો…. તેના કરતા તમારાથી સાસરિયામાં કેટલા લોકો ખુશ છે તે મહત્વનું છે.

*  પિયરની સુખ-સમૃદ્ધિની વાતો સાસરિયામાં ન કરો.

*  પતિદેવ ઘરે આવે ત્યારે હસતું મોં રાખીએ પાણી આપવું…. પાડોશી સાથે પણ હસતા મોઢે જ વ્યવહાર કરવો.

*  યાદ રાખવાનું હોય તે ભૂલી ન જાઓ, ભૂલી જવાનું હોય તે યાદ ન રાખો… બે વાક્યોના અમલ વડે આનંદ મેળવો.

*  તમારું ઘર સાસુ-સસરાએ બનાવ્યું છે…. ગાડી લાવવી હોય તો જાતે મહેનત કરીને લાવજો.

*  ભગવાને જન્મની સાથે સુખનું પડીકું આપ્યું છે…. તે દરરોજ ખોલજો અને દરરોજ આનંદનું ભોજન કરજો.

*  સ્ત્રીઓની અછત છે તે વાત સાચી…. પણ તેનો મતલબ ઘરમાં મન ફાવે તેમ વર્તવું જ જોઈએ એવું નથી.

*  સ્ત્રી વિફરે તો વિકાસ અથવા વિનાશ કરી શકે…. તમે તો સમજદાર અને ભણેલા છો, વિફરીને વિકાસ કરજો….

આદર્શ પરિવાર ત્યારે જ બને છે જ્યારે….. 

6360318256307365751175741379_image-20160523-9543-d5wi71

*  પુત્ર અને પુત્રવધુ ‘સ્વભાવમાં’ એક-એક કિલો ફેરફાર લાવે.

*  દીકરો અને દીકરી ‘વર્તનમાં’ સો-સો ગ્રામ ફેરફાર લાવે.

*  સસરા અને સાસુ ‘વિચારમાં’ એક-એક ગ્રામ ફેરફાર લાવે.

*  અમારી આ પોસ્ટ સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડસને ચોક્કસ શેર કરજો.

Comments

comments


19,396 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 81