આધ્યાત્મનું કેન્દ્ર: દિલવાડા જૈન મંદિર, જાણો એનો ઇતિહાસ

dilwada jain mandir | Janvajevu.com

દિલવાડા જૈન મંદિર પાંચ મંદિરનો સમૂહ છે. આ મંદિર રાજસ્થાનના માઉંટ આબૂ સ્થિત છે. આ મંદિરનું નિર્માણ અગિયારમી અને તેરમી સદી વચ્ચે થયું હતું. આ શાનદાર મંદિર જૈન ધર્મના તીર્થંકરોને સમર્પિત કરે છે. જૈન મંદિર સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમુનો છે. પોતાની ખૂબસૂરતીની સાથે સાથે આ મંદિર ધાર્મિક ભાવના માટે પણ ફેમસ છે.

દિલવાડા જૈન મંદિરનો ઇતિહાસ

dilwada jain mandir | Janvajevu.com

દિલવાડા જૈન મંદિર પ્રથમ જૈન તીર્થંકર, આદિનાથને સમર્પિત છે. આ મંદિરમાં જૈન ધર્મના ઘણા બધા તીર્થકરો આવેલ છે જેમકે, આદિનાથ જી, નેમીનાથ જી, પાશ્વનાથ જી અને મહાવીર જી ની મૂર્તિઓ સ્થાપિત છે. આ દેવાલયમાં દેરાણી-જેઠાણી મંદિર પણ છે. જેમાં ભગવાન આદિનાથ અને શાંતિનાથની પ્રતિમા સ્થાપિત છે.

દિલવાડા જૈન મંદિરના પાંચ મંદિરો

dilwada jain mandir | Janvajevu.com

* વિમલ વસાહી

* લુના વસાહી

* પાર્શ્વનાથ મંદિર

* મહાવીર સ્વામી મંદિર

* પીથાલર મંદિર

દિલવાડા જૈન મંદિરનું મહત્વ

dilwada jain mandir | Janvajevu.com

દિલવાડા જૈન મંદિર પર્યટકોનું સ્વર્ગ તો છે જ સાથે શ્રધ્ધાળુઓ માટે અધ્યાત્મનું કેન્દ્ર છે. અહી એક જ જગ્યાએ ઘણા બધા તીર્થકરોના દર્શન કરી શકાય છે. અહી તેમના જીવન સાથે જોડાયેલ વાતો પણ જાણવા મળે છે. અહી પૂજા કરવા આવેલ શ્રદ્ધાળુઓ માટે ન્હાવાની પણ વ્યવસ્થા છે, કારણકે મૂર્તિ પૂજા પહેલા સ્નાન અનિવાર્ય છે.

Comments

comments


5,958 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


7 + = 16