આદિત્ય અને શ્રધ્ધા કપૂર ‘આશિકી-૨’ પછી ફરી વાર સાથે જોવા મળશે
‘આશિકી-૨’ ની સફળતા બાદ આ બંને સ્ટાર્સ ફરી વખત એક સાથે કામ કરી રહ્યા છે. અભિનેતા આદિત્ય રોય કપૂર આગલા મહિના થી એટલે કે માર્ચમાં શ્રધ્ધા કપૂર સાથે આવનારી ફિલ્મ ‘ઓક જાનુ’ નું શૂટીંગ કરશે. આ ફિલ્મ તમિલ ફિલ્મ ‘ઓક કાનમણી’ ની રિમેક છે, જેનું નિર્દેશન મણીરત્નમે કર્યું હતું.
આદિત્ય રોય કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ફીતુર’ ના પ્રમોશન માં વ્યસ્ત છે. તે ‘ઓક જાનુ’ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. કારણ કે આ ફિલ્મ માં તેમની સાથે ‘આશિકી-૨’ ની હિરોઈન શ્રધ્ધા કપૂર ફરીથી તેની સાથે કામ કરી રહી છે. ‘ઓક જાનુ’ ફિલ્મ નું નિર્દેશન શાદ અલી કરી રહ્યા છે.