આઠ એપ્રિલથી શરૂ થશે IPL-8નો રોમાંચ, આ પાંચ બાબતો પ્રથમવાર જોવા મળશે

different-things-to-look-for-in-ipl8

ઇન્ડિયન પ્રીમિયર લીગની આઠમી સિઝન 8 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાના ઘરેલું મેદાન ઇડન ગાર્ડન ઉપર મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. આઇપીએલની આ સિઝન પહેલા કરતા બદલાયેલી જોવા મળશે તો કેટલાક ખેલાડીઓની ટીમ પણ બદલાઇ ગઇ છે. જે આઇપીએલ 8માં પ્રથવ વાર જોવા મળશે જેમાં પ્રથમ નંબરે યુવરાજસિંહનું દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમવુ છે.

DDને મળ્યો 16 કરોડી યુવીનો સાથ

યુવરાજસિંહ 2014માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો હતો. હવે તે દિલ્હીની બ્લ્યૂ- રેડ જર્સીમાં મેદાન પર જોવા મળશે. દિલ્હીએ તેને પોતાની ટીમમાં શામેલ કરવા માટે 16 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ અત્યાર સુધીની આઇપીએલમાં કોઇ પણ ખેલાડીને મળનારી સૌથી મોટી રકમ છે. 2014માં તેને આરસીબીએ 14 કરોડમાં ખરીદ્યો હતો.

કેમ છે દિલ્હી માટે ખાસ

દિલ્હી ડેરડેવિલ્સ માટે વિવિધ સંસ્કરણમાં દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, મહિલા જયવર્ધને અને કેવિન પીટરસન સુધી કેપ્ટનશીપ કરી ચુક્યા છે પરંતુ આ ટીમને પ્રથમ ખિતાબનો ઇન્તજાર છે. દિલ્હી ડેરડેવિલ્સે 2009 અને 201માં સેમિ ફાઇનલ સુધીની સફર ખેડી હતી જ્યારે અન્ય સિઝનમાં તેની હાલત ખરાબ રહી છે. હવે તેની ટીમમાં યુવરાજસિંહ, અમિત મિશ્રા, જેપી ડ્યુમિની (કેપ્ટન) ઝહીર ખાન અને મોહમ્મદ શમી જેવા દિગ્ગજ ખેલાડી છે.

દિલ્હી ડેર ડેવિલ્સનું આઇપીએલમાં પ્રદર્શન

દિલ્હી ડેરડેવિલ્સ મેચ જીત ઓવર ઓલ પ્લેસ

2008 14 7 4th
2009 14 10 સેમિ ફાઇનલ
2010 14 7 5th
2011 14 4 10th
2012 16 11 સેમિ ફાઇનલ
2013 16 3 9th
2014 14 2 8 th

યુવરાજસિંહે કિંગ્સ ઇલેવન પંજાબ, પુણે વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ તરફથી વિવિધ 6 સિઝનમાં ભાગ લીધો છે.દરમિયાન તેને 84 મેચ રમી છે જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 83 રન છે. દરમિયાન તેને 8 અડધી સદી અને 32 વિકેટ પણ ઝડપી છે.

યુવરાજસિંહનું આઇપીએલમાં પ્રદર્શન

ઓવર ઓલ મેચ: 84
રન: 1851
સર્વશ્રેષ્ઠ સ્કોર: 83
વિકેટ: 32

વર્તમાન ફોર્મ અને DDની અપેક્ષાઓ

વર્તમાન ફોર્મ પર નજર કરવામાં આવે તો તેને રણજી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. આ જ કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાંથી કાઢ્યા બાદ ઓક્શન દરમિયાન એક વખત ફરી બેંગ્લોરે પોતાના નિર્ણય પર વિચારવુ પડ્યુ છે. આરસીબીએ સારી રકમ લગાવી હતી પરંતુ ડીડીએ સૌથી વધુ 16 કરોડ ખર્ચીને તેને પોતાની ટીમમાં શામેલ કરી દીધો. ગત સાત સિઝનમાં દિલ્હી આ વખતે અલગ જ ટીમ છે. યુવરાજસિંહ સૌથી અનુભવી ખેલાડી છે.

દિલ્હી ડેરડેવિલ્સ ટીમ: યુવરાજસિંહ, ઝહીર ખાન, મોહમ્મદ શમી, મનોજ તિવારી, કેદાર જાદવ, મયંક અગ્રવાલ, શહબાજ નદીમ, સૌરભ તિવારી, જયંત યાદવ, અમિત મિશ્રા, જયદેવ ઉનડકટ, શ્રેયસ અય્યર, સીએમ ગૌતમ, શ્રીકર ભરત. કેકે જેયસ, ડોમનિક જોસેફ. જેપી ડ્યુમિની (કેપ્ટન), ક્વિન્ટન ડિ કોક, ઇમરાન તાહિર, નાથન કોલ્ટર, એન્જેલો મેથ્યૂઝ, ગુરિન્દર સંધૂ, ટ્રાવિસ હેડ, એલ્બી મોર્કલ, મોર્કસ સ્ટોઇનિસ

different-things-to-look-for-in-ipl8

મુંબઇ ઇન્ડિયન્સ

પ્રશંસકો માટે 4G ઇન્ટરનેટ વાઇ ફાઇ

વાનખેડે સ્ટેડિયમ મૂંબઇમાં આઇપીએલ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોને 4G ઇન્ટરનેટ વાઇફાઇ યુઝ કરવા મળશે. મુકેશ અંબાણીની ટેલિકોમ ફર્મ Reliance jio તરફથી વાનખેડેમાં રમાનાર 2015ની આઇપીએલની તમામ મેચોમાં વાઇફાઇની સુવિધા આપવાની વાત સામે આવી રહી છે. મીડિયા સુત્રો અનુસાર Reliance jioએ 800 MHz ફ્રિકવન્સી માટે 10,077.53 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

આ હશે સુવિધા

સ્ટેડિયમમાં મેચ દરમિયાન ક્રિકેટ પ્રશંસકો નેટ સર્ચ સિવાય લાઇવ રેકોર્ડિગ્સ અને તસવીરો પોતાની ફેમિલી અને ફ્રેન્ડ્સને આસાનીથી મોકલી શકશે.

ક્યારે રમાશે વાનખેડેમાં મેચ

17 એપ્રિલ: : ચેન્નઇ સુપરકિંગ્સ vs મુંબઇ ઇન્ડિયન્સ
25 એપ્રિલ: મુંબઇ ઇન્ડિયન્સ vs હૈદરાબાદ સનરાઇઝર્સ
1 મે: રાજસ્થાન રોયલ્સ vs મુંબઇ ઇન્ડિયન્સ
5 મે: દિલ્હી ડેરડેવિલ્સ vs મુંબઇ ઇન્ડિયન્સ
10 મે: રોયલ ચેલેન્જર્સ vs મુંબઇ ઇન્ડિયન્સ
14 મે: કોલકત્તા નાઇટ રાઇડર્સ VS મુંબઇ ઇન્ડિયન્સ

ગુરિન્દર સંધૂ

ભારતીય મૂળનો ઓસ્ટ્રેલિયન ખેલાડી:

ભારતીય મૂળનો 22 વર્ષનો યુવા ખેલાડી ગુરિન્દર સંધૂ આઇપીએલ 8માં દિલ્હી તરફથી રમશે. આમ કરનારો તે ભારતીય મૂળનો પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તેને હાલમાં જ ટેસ્ટ કેરિયરની શરૂઆત ભારત સામે કરી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વાર એમ બન્યુ છે જ્યારે કોઇ ભારતીય મૂળના ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યુ છે. આ અલગ વાત છે કે અન્ય દેશોમાં એવા કેટલાક ચહેરા છે જે ભારતીય મૂળના છે અને અન્ય દેશોની ટીમ તરફથી રમી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાનો હાશિમ અમલા, ઇંગ્લેન્ડની ટીમમાં મોન્ટી પાનેસર, સમિત પટેલ અને રવિ બોપારા રમે છે. ત્યાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી રવિ રામપાલ અને સુનીલ નારાયણ શામેલ છે.

different-things-to-look-for-in-ipl8

કોણ છે ગુરિન્દર સંધૂ:

ગુરિન્દર સંધૂનો જન્મ 14 જૂન 1993માં ન્યૂ સાઉથ વેલ્સમાં થયો હતો. ગુરિન્દરનો પરિવાર 1980માં પંજાબથી સિડની વસી ગયો. પિતા ઇકબાલે ટેક્સી ચલાવી તેનું પાલન પોષણ કર્યુ અને શિક્ષણ તથા ક્રિકેટમાં ગુરિન્દરને પ્રોત્સાહિત કર્યો હતો. વર્ષ 2012-13માં ઘરેલૂ ક્રિકેટની શરૂઆત કરનારા ગુરિન્દરનો રેકોર્ડ શાનદાર રહ્યોં છે. તેને ન્યૂ સાઉથ વેલ્સ ટીમ માટે વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડીના રૂપમાં ‘ સ્ટીવ વો મેડલ’ પણ આપવામાં આવ્યો હતો. બિગ બેશ લીગમાં સિડની થંડર્સ તરફથી રમનારા છ ફુટ પાંચ ઇંચના ગુરિન્દરની બોલિંગ પણ શાનદાર છે.

different-things-to-look-for-in-ipl8

રિકી પોન્ટિંગ

રિકી પોન્ટિંગ બન્યો મુંબઇ ઇન્ડિયન્સનો કોચ:

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે ક્રિકેટમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. 40 વર્ષનો પોન્ટિંગ હવે આઇપીએલની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સાથે કોચ તરીકે જોડાયો છે. તેને પોતાની આ નવી ઇનિંગની શરૂઆત પણ કરી દીધી છે. ગત દિવસોમાં મુંબઇમાં તે ટીમના ખેલાડીઓ સાથે જોવા મળ્યો હતો. પોન્ટિંગ આઇપીએલ 6માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી ચુક્યો છે. આઇપીએલ 8ની સીઝન 8 એપ્રિલથી શરૂ થઇ રહી છે. જેમાં પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


2,164 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 4 =