પિંક સીટી જયપુરમાં ભારતની પાંચ ખગોળીય વેધશાળાઓ માંથી સૌથી મોટી જંતર-મંતર ખગોળીય વેધશાળા છે. આની સ્થાપના રાજા સવાઈ જયસિંઘ દ્રીતિયે કરી હતી. જંતર-મંતર પણ રાજસ્થાનના જયપુરની હોટ પ્લેસ છે જ્યાં આવનાર ટુરિસ્ટની સંખ્યા દિવસે ને દિવસે વધતી રહે છે. આ ઉપરાંત હવે તો અહી વિદેશી પર્યટકો પણ આવે છે.
કહેવામાં આવે છે કે રાજા જયસિંઘે જયપુર શહેર વસાવીને વિશ્વની સૌથી આધુનિક શિલ્પશાસ્ત્રી ની સ્થાપિત કરી દીધી. આ વેધશાળા ને જયપુરનો સૌથી મોટો હિસ્સો માનવામાં આવે છે. વેધશાળા ને ચાલુ ભાષામાં જંતર મંતર કહેવામાં આવે છે.
જંતર મંતર નો અર્થ થાય છે ‘સાધના’ અને ‘ગણના’. આની સંધી જોડવામાં આવે તો આનો અર્થ ‘ગણના કરવાનું સાધન’ થાય છે.
રાજા જયસિંઘે વેધશાળા જયપુર સિવાય દિલ્લીમાં પણ બનાવી છે. દિલ્લી કરતા જયપુરની વેધશાળા મોટા ક્ષેત્રફળમાં છે. અહી માર્ગદર્શન આપનાર ઘણા બધા લોકો ઉપસ્થિત હોય છે.
આ વેધશાળાને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોના લીસ્ટમાં શામેલ કરવામાં આવી છે. આ વિષે યુનેસ્કો જણાવે છે કે આ વેધશાળા મુગલકાળ અને ખગોળીય કૌશલ અને બ્રહ્માંડ સબંધિત અવધારણાઓ ના અભિવ્યક્તિનો સર્વશ્રેષ્ટ નમુનો છે.
આ વેધશાળાના નિર્માણમાં રાજા જયસિંઘે ઉત્તમ ગુણવત્તા વાળાલા સંગેમરમર નો પ્રયોગ કર્યો છે. જંતર મંતરનો ઉદ્દેશ્ય જંતર મંતરનો નિર્માણ સમય અને અંતરીક્ષના અધ્યયન માટે કરવામાં આવ્યો હતો. અહીની અમુક વસ્તુઓ પથ્થર, સંગેમરમર અને તાંબાથી બનેલ છે.
દુનિયાની સૌથી મોટી પથ્થરની સૂર્ય ઘડિયાળ જયપુર ના જંતર મંતર માં છે. આ ઉપકરણ બે સમયની સટીકતા પર સ્થાનીય સમય બતાવે છે. આ લગભગ ૨૭ મીટર ઉંચી છે.
આ વેધશાળામાં ૧૪ પ્રમુખ યંત્ર છે જે સમય માપવા, ગ્રહણની ભવિષ્યવાણી કરવા, નક્ષત્રોની સ્થિતિ, ઉલ્કા પિંડોની બદલાતી દિશા, તારાઓની ગતિ એક સ્થિતિ જાણવા અને સૌર મંડળના ગ્રહોની દીક્પાત જાણવા વગેરે જાણવામાં સહાયક થાય છે.