આજે બનાવો ફેમસ ડીશ ચાઇનીઝ ફ્રાઈડ રાઈઝ

સામગ્રી

chinese-fried-rice

* ૧૧/૨ ટીસ્પૂન ઓઈલ,

* ૧૧/૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં,

* ૧/૪ કપ પતલી સ્લાઈસ કરેલ ગ્રીન કેપ્સીકમ,

* ૧/૪ કપ સમારેલ વ્હાઈટ સ્પ્રિંગ ઓનિયન,

* ૩/૪ કપ પાર્બોલ્ડ કરેલ ફ્રેંચ બીન્સ,

* ૩/૪ કપ પાર્બોલ્ડ કરેલ પતલી ગાજરની સ્લાઈસ,

* ૧/૨ કપ બિન સ્પ્રાઉટ્સ,

* ૧ ટીસ્પૂન સમારેલ સેલેરી,

* ૨ કપ બાફેલા બ્રાઉન રાઈઝ,

* ૧/૨ ટીસ્પૂન સોયા સોસ,

* ૧ ટીસ્પૂન સમારેલ લીલું લસણ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે તેમાં સમારેલ લીલા મરચાં, પતલી સ્લાઈસ કરેલ ગ્રીન કેપ્સીકમ અને વ્હાઈટ સ્પ્રિંગ ઓનિયન નાખીને ફૂલ ગેસે એકાદ બે મિનીટ માટે સાંતડવું. પછી આમાં પાર્બોલ્ડ કરેલ ફ્રેંચ બીન્સ, પાર્બોલ્ડ કરેલ પતલી ગાજરની સ્લાઈસ, બિન સ્પ્રાઉટ્સ, સમારેલ સેલેરી નાખી હલાવવું અને એકથી બે મિનીટ સુધી કુક થવા દેવું.

ત્યારબાદ આમાં બાફેલા બ્રાઉન રાઈઝ, સોયા સોસ, સમારેલ લીલું લસણ અને સ્વાદાનુસાર મીઠું નાખી આને બરાબર મિક્સ કરી દેવું પછી બે મિનીટ સુધી ધીમા ગેસે કુક થવા દેવું. તો તૈયાર છે ચાઇનીઝ ફ્રાઈડ રાઈઝ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,118 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 6