આજે જ બનાવો સ્પાઈસી અને મસાલેદાર વેજીટેબલ ચાઈનીઝ ફ્રાઇડ રાઈસ

સામગ્રી

veg fried rice

* ૩ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૨ કપ કાપેલી કોબીજ,

* ૧/૨ કપ સમારેલ સફેદ કાંદા,

* ૧/૪ કપ ફ્રેંચ બીન્સ

* ૧/૨ કપ મીડીયમ સ્લાઈસ કરેલ ગાજર,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ સેલરી,

* ૧/૨ કપ સ્લાઈસ કેપ્સીકમ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૨૧/૨ કપ બાફેલા રાઈસ,

* ૧ ટેબલ સ્પૂન સોયા સોસ,

* ૧/૨ ટેબલ સ્પૂન ચાઈનીઝ ફાઈવ સ્પાઇસ પાવડર,

* ૧/૨ ટેબલ સ્પૂન મરીનો ભૂકો,

* ૧/૪ કપ સમારેલ લીલું લસણ.

રીત

તવામાં ઓઈલને ગરમ કર્યા બાદ કાપેલી કોબીજ, સમારેલ સફેદ કાંદા, મીડીયમ સ્લાઈસ કરેલ ગાજર, સમારેલ સેલરી અને સ્લાઈસ કેપ્સીકમ નાખીને ત્રણ થી ચાર મિનીટ સુધી કુક થવા દેવું. હવે આમાં સ્વાદાનુસાર મીઠું, બાફેલા રાઈસ અને સોયા સોસ નાખી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ આમાં ચાઈનીઝ ફાઈવ સ્પાઇસ પાવડર, મરીનો ભૂકો નાખીને હલાવી લેવું. પછી સમારેલ લીલું લસણ નાખીને ફરીવાર મિક્સ કરવું. તો તૈયાર છે વેજીટેબલ ચાઈનીઝ ફ્રાઇડ રાઈસ.

Comments

comments


8,868 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 9 =