આજે જ બનાવો રાજગરાના લોટની રોટલી

સામગ્રી

maxresdefault

* ૧ કપ રાજગરાનો લોટ,

* ૧/૪ કપ સમારેલ કાંદા,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચાં,

* સ્વાદાનુસાર મીઠું,

* જરૂરત મુજબ પાણી.

રીત

large

એક બાઉલમાં રાજગરાનો લોટ, સમારેલ કાંદા, સમારેલ કોથમીર, લીલા મરચાં અને મીઠું નાખીને બરાબર રીતે હાથેથી મિક્સ કરી લેવું. હવે થોડા ગરમ પાણીની મદદ લોટ બાંધવો. લોટ બાંધ્યા પછી લોટના ગોયણા કરીને રોટલી વણવી. આમાં રાજગરાનો લોટ હોય છે તેથી ધીમે ધીમે રોટલી વણવી જેથી ફાટી ન જાય.

હવે એક નોનસ્ટીક પેનમાં રોટલી સેકાવવા મુકવી. જયારે રોટલી એક બાજુ શેકાય જાય ત્યારે ઉપરથી થોડું તેલ રેડવું. આવી રીતે બંને બાજુ સેકવા માટે તેલ નાખવું. તો તૈયાર છે રાજગરાના લોટની રોટલી.

Comments

comments


5,120 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 12