આજે જ બનાવો ટેસ્ટી ઓનીયન રિંગ્સ

સામગ્રી

o-rings-thumb

* 4 ડુંગળી,
* ¾ કપ મલ્ટીગ્રેન લોટ,
* 1 ¼ કપ બ્રેડ ક્રમ્સ,
* 1 કપ બેસન,
* 2 ચમચી બેકિંગ પાઉડર,
* 3 ગ્રામ સફેદ મરીનો ભુક્કો.

રીત

103

ડુંગળીને ગોળાકારમાં કાપીને ઠંડા પાણીમાં મુકો. ત્યારબાદ તેની રિંગ્સ જુદી કરી લો. એક બાઉલમાં મલ્ટીગ્રેન લોટ અને સફેદ મરીનો ભુક્કો મિક્સ કરી લો. આ મિશ્રણમાં ડુંગળીની રિંગ્સને રગદોળી લો. હવે એક બાઉલમાં ચણાનો લોટ અને બેકિંગ સોડા મિક્સ કરો અને જરૂર મુજબ પાણી નાખીને ખીરૂ બનાવો.

આ ખીરામાં લોટવાળી રિંગ્સ ડુબાડીને કાઢી લો અને થોડીવાર એમ જ રહેવા દો. પછી તેને બ્રેડક્રમ્સથી કોટ કરી લો. હવે ઈચ્છો તો આ રિંગ્સને તળી લો અથવા તો તેલ લગાવેલી બેકિંગ ટ્રેમાં રિંગ્સને મુકો અને ઓવનમાં 10 મિનીટ માટે બેક કરી લો. તો તૈયાર છે ગરમાગરમ ઓનીયન રિંગ્સ, તમે આને ગ્રીન ચટણી તથા ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.

Aros-de-cebolla

Comments

comments


6,236 views

Leave a Reply

Your email address will not be published.


6 − 4 =