આજે જ બનાવો ગુજરાતી સ્નેક્સ ‘ખાંડવી’

સામગ્રી

Gujrati-Khandvi

* ૧ કપ ચણાનો લોટ,

* ૧ કપ દહીં,

* ૧૧/૨ કપ પાણી,

* ૧ ટેબલ સ્પૂન હિંગ,

* ૧/૪ ભાગમાં કાપેલ લીંબુ,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* ૨ ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

khandvi (1)

એક ડીપ પેનમાં ચણાનો લોટ, દહીં અને પાણીનું મિશ્રણ, હિંગ, લીંબુનો રસ, હળદર, આદુ-મરચાની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું નાખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું. હવે ગેસ ચાલુ કરવો. ધીમા તાપે આ મિશ્રણને લગભગ પાંચ મિનીટ સુધી હલાવતા રહેવું. વારંવાર હલાવતા હલાવતા આ મિશ્રણ ધટ્ટ થઇ જશે. હવે આમાંથી એક ચમચી જેટલા મિશ્રણને થાળીમાં કાઢીને જોવું કે આ રોલ માટે તૈયાર છે કે નહિ. જો તૈયાર ન હોય તો જ્યાં સુધી તૈયાર ન થઇ જાય ત્યાં સુધી હલાવતા રહેવું.

હવે એક થાળી લઈને તેની બંને બાજુ તેલ લગાવી દેવું. ત્યારબાદ ગરમ ગરમ આ મિશ્રણને થાળીમાં પાથરી દેવું. આ મિશ્રણને એક વાટકીની મદદથી સ્પ્રેડ કરી દેવું. આ વાટકીમાં પણ નીચેની બાજુએ તેલ લગાવવું. ત્યારબાદ આ થાળીઓને ઉંધી કરી નાખવી અને આ મિશ્રણને થાળીની બહારની બાજુએ (એટલેકે બંને બાજુએ) પણ પાથરવું. હવે થાળીમાં નાખેલ આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવું.

ત્યારબાદ ખાંડવીના પડને ધીમે ધીમે ઉખાડીને રોલ કરી કટિંગ કરવા. આવી રીતે બધી થાળીમાં સ્પ્રેડ કરેલ મિશ્રણને ઉખાડી નાખવું. તો તૈયાર છે ખાંડવી.

વધાર કરવા માટે

Khandvi

સામગ્રી

* ૨ ટેબલ સ્પુન ઓઈલ,

* ૧ ટેબલ સ્પુન રાઈ,

* ૧ ટેબલ સ્પુન તલ,

* ૧/૪ ટેબલ સ્પુન હિંગ,

* ૨ ટેબલ સ્પુન છીણેલુ નારિયેળ,

* ૨ ટેબલ સ્પુન સમારેલ કોથમીર.

રીત

P1080304

એક પેનમાં ઓઈલ ગરમ થયા બાદ રાઈ, તલ અને હિંગ નાખીને ગેસ બંધ કરી પ્લેટમાં મુકેલ ખાંડવી પર એક ચમચાથી એક એક ખાંડવી પર આ વધાર નાખવો. ગાર્નીશિંગ કરવા માટે ઉપરથી છીણેલુ નારિયેળ અને સમારેલ કોથમીર નાખવી. તો તૈયાર છે ગુજરાતી ખાંડવી રેસીપી.

Comments

comments


9,005 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5