વિશ્વભરના યુવાઓ ને પોતાની ચપેટ માં લેનાર ‘ડ્રગ્સ’ કેટલાય લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે અને કરી રહ્યું છે. આજકાલ ડ્રગ્સ નો જ જમાનો ચાલતો હોય તેવું લાગે છે, તેથી જ તો મોટા મોટા શહેરોમાં થતી પાર્ટીઝમાં લોકો ડ્રગ્સ ની સપ્લાઈ કરે છે અને તેનું સેવન કરે છે. લોકો રેવ પાર્ટીમાં જાય જ છે એટલા માટે જેથી આવા માદક પદાર્થોનું સેવન કરી શકાય.
જેમાં હુક્કો, ગાંજો, સિગારેટ, હિરોઈન, ક્રિસ્ટલ મેથ, એલએસડી, કોકીન અને આદી આવા પદાર્થોનું નું લોકો સેવન કરતા થયા છે. જોકે, આવા માદક પદાર્થોનું લોકો જેટલા જોશ થી સેવન કરે તેટલું જ તેનું ખતરનાક પરિણામ પણ છે.
આવા પદાર્થોનું સેવન કરવાથી વ્યક્તિને ડીપ્રેશન, ફેફસાની બીમારી, હાર્ટ અટેક, કેન્સર અને સ્કીન ખરાબ થવી વગેરે રોગો ઉત્પન્ન કરે છે. ડ્રગ્સ લોકોમાં પોતાની એવી આદત છોડી જાય છે કે જો વ્યક્તિ આને એકદિવસ પણ ન લે તો તેનું મૃત્યુ થાય છે. આજે જીવલેણ બીમારી ફેલાવતા ડ્રગ્સ વિષે જણાવીશું.
* ૩૧ ટકા રોકસ્ટાર્સ ની મૃત્યુ ડ્રગ્સ અને દારૂ ને લીધે થાય છે.
* હિરોઈન નશા ની દુનિયામાં હિરોઈન ને ડ્રગ્સ ની રાણી કહેવાય છે. આને એકવાર લેવાથી વ્યક્તિ ખુબ જ ખુશ થાય છે. જોકે, આનાથી શરીરને નુકશાન પણ બહુ થાય છે. આની સીધી અસર વ્યક્તિના સેક્સ પર થાય છે.
* શુટિંગ દરમિયાન દારુ ને એક પરફોર્મન્સ વધારનાર ડ્રગ્સ મનાય છે. કારણકે આ વ્યક્તિને રીલેક્સ કરી દે છે.
* આપણા ભારતમાં દરવર્ષે હઝારો એકરની જમીનમાં ડ્રગ ની ખેતી થાય છે, જેમકે તમાકુ, ગાંજો વગેરે માદક પદાર્થો…
* દરવર્ષે અમેરિકા માં ૧ લાખ બાળકો જન્મ લે છે. જે પહેલા થી જ ગર્ભમાં હોવા છતાં Drug Addicted હોય છે કારણકે pregnancy દરમિયાન તેમની મમ્મીઓ એ ડ્રગ લીધું હોય છે.
* લગભગ કોઈને કોઈ દવા માં (બીમારીની દવા) કોઈને કોઈ ડ્રગ તો શામેલ હોય જ છે.
* એક Nail Polish એવી આવે છે કે જેણે તમે હાથના નખમાં લગાવીને જો ડ્રીંક ની અંદર નાખો તો તે જણાવી દે છે કે આ Date Rape Drug છે કે નહિ. ખરેખર, આને nail polish drug tester કહેવાય છે, જેનાથી ડ્રીંકનો રંગ ચેંજ થઇ જાય છે.
* આપણી કોફી અને ચા માં પણ ડ્રગ હોય છે. જો આપણે આનું નિયમિત સેવન કરતા હોઈએ અને ક્યારેક બાકી રહી જાય તો માથાનો દુઃખાવો, ચેન ન પડે વગેરે આના લક્ષણો મહેસુસ થાય છે.
* હિરોઈન ડ્રગ ના સેવનમાં ઈરાન પહેલા નંબરે છે.
* કોકીન એક એવી ટેવ છે જેને સૌથી ખતરનાક નશો માનવામાં આવે છે. આ મગજ ને ગુડ ફિલ કરાવે છે. આની અસર એવી ખરાબ થાય છે કે તે ભૂલવાની બીમારી વધારવા સિવાય ઘણી ખતરનાક અસરો પેદા કરે છે.