આજે જાણો બાહુબલી ‘ધ ગ્રેટ ખલી’ ના જીવન વિષે….

khali-wwe-1412268861

સૌથી તાકતવર વ્યક્તિ ખલી ને કોણ નથી ઓળખતું. ‘ધ ગ્રેટ ખલી’ નું અસલી નામ ‘દલીપ સિંહ રાણા’ છે, જેમનો જન્મ હિમાચલ પ્રદેશ ના રાજપુત પરિવારમાં થયો છે. ‘ધ ગ્રેટ ખલી’ સિવાય તેમને ‘જાયન્ટ સિંહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

*  ખલી ઘણી બધી હોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ઉપરાંત તેઓ ભારતનો સૌથી વધુ ચર્ચિત અને કોન્ટ્રોવર્શિયલ શો ‘બીગબોસ-4’ પણ જોવા મળ્યા હતા.

*  તેઓ એક પ્રોફેશનલ રેસલર છે, જેઓ મહાબલી ‘અન્ડરટેકર’ ને પણ WWE માં ઘૂડ ચટાવી ચુક્યા છે. રેસલમેનીયા માં પણ આમનું ખાસું નામ પ્રખ્યાત છે. આના સિવાય તેઓ એટલા બધા તાકતવર છે કે એકવાર એક જ ઘુસામાં પહેલવાન ‘બીગ શો’ ને બેહોશ કરી દીધો હતો.

*  ખલીની છાતી ૫૬ ઇંચની નથી પણ ૬૩ ઇંચની છે, જે ભારતીય રેકોર્ડ છે.

*  સાત ફૂંટ એક ઇંચ લાંબા ભીમકાય શરીર ઘરાવતો ખલી મહાકાળી માતા નો મોટો ભક્ત છે. વિદેશી લોકો એ જ તેમને ‘ખલી’ નામ આપ્યું છે.

*  તમને જણાવી દઈએ કે ૧૯૦ કિલો વજન વાળો ખલી ભારતના જંગલમાં ફરવા જાય છે. તેને અજ્ગરથી ડર નથી લાગતો. તેઓ શુદ્ધ શાકાહારી છે. શાકાહાર નો પ્રબળ સમર્થન કરતા ખલી તમાકુ અને દારૂથી પણ દુર જ રહે છે.

khali-pti-m

*  ખલી રોજ સવારે ૧૦ લીટર દૂધ, ૨૦ ઉકાળેલા ઈંડા, ૫ ગ્લાસ મિક્સ જ્યુસ, ૫ ગ્લાસ દાડમનું જ્યુસ પીવે છે.

*  નાનપણમાં ખલીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે પોતાના ભાઈઓ સાથે મજદૂરી નું કામ કરવું પડ્યું હતું તેથી તેમને ભણતર પૂરું કર્યું ન હતું.

*  ધ ગ્રેટ ખલી ના લગ્ન હરવિંદર કૌર સાથે થયા છે જે એક પંજાબી મહિલા છે.

*  ખલીને Gigantism નામની બીમારી છે જેના કારણે તેમનું શરીર મહાકાય જેવું વિશાળ છે.

*  ખલી એ ઘણી બધી જાહેરાતો પણ કરી છે.

*  હાલમાં તેઓ ભારતમાં નહિ પણ અમેરિકાના ટેક્સાસ શહેરમાં રહે છે.

01_India_Khali_8551

Comments

comments


7,581 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 2