આજની બીઝી લાઈફસ્ટાઈલમાં લોકો સ્ટ્રેસ અને તણાવથી હેરાન થતા હોય છે. એવામાં જો તમે લાઈફમાં થોડો સમય એકાંત રહેવા માંગતા હોવ તો ખીરગંગા સ્થળ છે તમારા માટે એકદમ બેસ્ટ.
ઘણા લોકો એવા પણ હોય છે જે જયારે મુસાફરી કરતા હોય ત્યારે ફક્ત શાંતિ જ માંગતા હોય છે. તો તેઓ આ જગ્યાએ જઈ શકે છે. ખીરગંગા સમુદ્રતળથી ૨૮૦૪ મીટર એટલેકે ૯૨૦૦ ફૂટ સુધીની ઊંચાઈએ આવેલ છે.
ધાર્મિક નગરી મણીકર્ણ ની (ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત ગુરુદ્વારા મણીકર્ણમાં છે) સાથે આવેલ ટ્રેકિંગ રૂટ ખીરગંગામાં આજકાલ વિદેશી પર્યટકોનું વધારે આગમન રહે છે. આ જગ્યા ભીડભાડ થી દુર છે અને હિમાચલ પ્રદેશની સૌથી ઊંચાઈ પર આવેલ સ્થળ પર તમે ટેકિંગ કરીને પણ જઈ શકો છો.
હિમાચલ પ્રદેશની સૌથી ટોચ પર પહોચતા એટલેકે ખીરગંગામાં પ્રવેશતા જ તમને ખુબસુરત નઝારાઓ દેખાશે. આ જગ્યા પર જવા માટે મે થી નવેમ્બરનો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ભારતમાં આવેલ આ મનોરમ્ય જગ્યાઓ એવી છે કે જ્યાં તમે જઈને ઘણી બધી મોજમસ્તી કરી શકો છો અને સાથોસાથ પોતાના મુલ્યવાન સમયનો સારો ઉપયોગ પણ કરી શકો છો.
ખીરગંગાની ચારેકોર ઊંચા ઊંચા પહાડો અને તેની વચ્ચે ગરમ પાણીના ઝરણાઓ જોઈ તમારો બધો જ થાક ઉતરી જશે અને કાયમી માટે અહીજ રહેવાનું તમે મન બનાવી લેશો. અહી રહેવા માટે અહી ખાનપાન અને હોટેલોની કમી નથી. અહી પાર્વતી નદી વહે છે.
ક્યારેક બાબા પરશુરામ ના જમાનામાં અહી ખીર નીકળતી હતી. ખીર ખાવાની લાલચમાં લોકો અહી આવતા ગયા. ત્યારે પરશુરામ બાબાએ શ્રાપ આપ્યો એક હવેથી ખીર નહિ નીકળે. બસ, ત્યારથી અહી ખીર નીકળવાનું બંધ થઇ ગયું. જોકે, આજે પણ અહીની નદીનો પ્રવાહ વહેતો હોય ત્યારે દુરથી જોતા એવું લાગે છે જાણે નદી નહિ ખીર વહેતી હોય.
અહીની નદીના પાણીમાં ખીર જેવી જ લોકોને સુગંધ આવે છે. જોકે, આજે પણ અહીંના ગરમ પાણીમાં દુધની મલાઈ જેવી સફેદ વસ્તુ પાણીની સાથે નીકળી આવે છે. અહીની પાર્વતી નદીની બાજુમાં શિવજીનું મંદિર છે.