આજના જમાના ના મોર્ડન સુવાક્યો, જેમાંથી તમને ધણું જાણવા મળશે

HappyLife_series

* જિંદગીમાં ક્યારેય કોઈને બેકાર ન સમજવા કારણકે બંધ પડેલ ઘડિયાળ પણ દિવસમાં બે વાર સાચો સમય જણાવે છે.

* તૂટી જાય છે ગરીબીમાં એ સંબંધો જે ખાસ હોય છે. હજારો મિત્રો બને છે જયારે પૈસા હોય છે.

* જલ્દીથી મળતી વસ્તુઓ વધારે સમય સુધી નથી ટકતી અને જે વસ્તુ વધારે સમય સુધી ટકે છે તે જલ્દીથી નથી મળતી.

* શરમની અમીરી કરતા ઈજ્જતની ગરીબી સારી છે.

* બીમારી સસલાની જેમ આવે છે અને કાચબાની જેમ જાય છે. જયારે પૈસા કાચબાની જેમ આવે છે અને સસલાની જેમ જાય છે.

* જીવનમાં ચઢાવ-ઉતાર આવવા ખુબ જરૂરી છે કારણકે ECG માં સીધી લાઈનનો અર્થ છે મોત થવું.

* કોઈની બુરાઈ જોવા વાળા વ્યક્તિનું ઉદાહરણ એ ‘માખી’ જેવું છે જે ખુબ સુંદર શરીરને છોડીને ફક્ત ઝખ્મો પર જ બેસે છે.

* જિંદગીમાં સારા લોકોની તલાશ ન કરો ‘પોતે સારા બની જાઓ’ શું ખબર તમને મળીને બીજાની તલાશ પૂરી થઇ જાય.

* મુસ્કુરાઈને જુઓ તો આખી દુનિયા રંગીન છે નહિ તો આંસુના ઝળઝળિયાં થી તો અરીસો પણ ધૂંધળો દેખાય છે.

* નાની નાની વસ્તુઓ માં ખુશીઓ માણવી જોઈએ કારણકે મોટી ખુશી તો જીવનમાં ક્યારેક જ આવે છે.

* સતત મળતી અસફળતાથી નિરાશ ન થવું કારણકે ક્યારેક ક્યારેક જુડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે.

* એ સાચું છે કે આપણે એકલા માનવી શું કરી શકીએ, પણ જરા જુઓ તો એ સુરજને જે એકલો જ ચમકાય છે.

* માણસની જેમ બોલતા ન આવડે તો જાનવરની જેમ મોન રહેવું જ સારું છે.

* ઈશ્વર પાસેથી કઈ માંગવાથી ન મળે તો તેના પર નારાજ ન થવું કારણકે ઈશ્વર આપણને એ નથી આપતા જે તમને સારું લાગે પણ તે આપે છે જે તમારા માટે સારું હોય છે.

* જયારે આપણે બોલવાનું નો’તા જાણતા ત્યારે આપણા બોલતા પહેલા જ ‘મમ્મી’ આપણી બધી વાતોને સમજી જતી હતી અને આજે આપણે બધી વાત માં કહીએ છીએ ‘છોડોને મમ્મી’ તમે નહિ સમજો.

Comments

comments


17,853 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 7 =