સુરત ગુજરાત રાજ્યનું એક મુખ્ય શહેર છે. તાપી નદી સુરતની મધ્યથી પસાર થાય છે. સુરત મુખ્યત્વે ટેકસટાઈલ, પોલિશિંગ અને ડાયમંડ કટીંગ માટે આખી દુનિયામાં ફેમસ છે. સૂરત શહેરને ‘સિલ્ક સિટી અને ડાયમંડ સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગુજરાતની આ હીરા નગરી સૂરત આજે દેશમાં નહિ પણ દુનિયાભરમાં વિખ્યાત છે. અરબ સાગરથી લગભગ 20 કિ.મી. ના અંતરે આ શહેર 7657 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલ છે. ઘણાં પ્રાચીન લેખકોએ પોતાના લેખોમાં સૂરતની વાત કરી અને પવિત્ર નદી તાપીનો મહિમા દર્શાવ્યો છે.
વિશ્વમાં 10 હીરામાંથી 8 હીરાની પોલિશિંગ ફક્ત સૂરતમાં જ થાય છે. ભારતની જેમ્સ એન્ડ જવેલરીની કુલ કમાણી માંથી 80,000 કરોડ રૂપિયાની કમાણી માં 80 ટકા સુરત શહેરનો ભાગ છે.
એવું માનવામાં આવે છે આધુનીક સૂરતની સ્થાપના પંદરમી સદીના છેલ્લા વર્ષોમાં થઇ હતી. 1990 માં સૂરતનું નામ ‘સુર્યપુર’- સૂર્ય ભગવાનનું શહેર હતું. પછી 12 મી સદીમાં અહી પારસી આવીને રહેવા લાગ્યા. 1516 માં એક હિન્દૂ બ્રાહ્મણ ગોપીએ સૂરત શહેરની સ્થાપના કરી હતી.
મુઘલ સમ્રાટો, અકબર, જહાંગીર અને શાહજહાંના શાસન દરમિયાન આ શહેર વ્યાપાર માટે એક મુખ્ય પોર્ટના રૂપે નીખર્યું. અત્યારે આ ભારતમાં ટોચનું એક બિઝ્નેસ સેન્ટર બની ગયું છે અને અહી રોયલ મિન્ટ સેટની સ્થાપના કરવામાં આવી છે. સુરતનું પોર્ટ ‘હજ’ માટે મક્કા જનાર મુસ્લિમ યાત્રાળુઓ માટે પ્રસ્થાનનું સ્થાન બની ગયું છે.
આજે વિશ્વ બઝારમાં સૂરતે પોતાની ઓળખાણ બનાવી નાખી છે. અહી ગુજરાતી અને સુરતી ભાષા બોલવામાં આવે છે. સૂરત આજે પણ જૈન અને પારસીઓનું કેન્દ્ર બનેલ છે. સૂરતના લોકોને ‘સુરતી’ કહેવાય છે. સૂરતમાં મીઠાઈ તરીકે ‘ઘારી’ ખુબજ પ્રખ્યાત છે. ઉપરાંત સૂરતમાં રેસિપી તરીકે લોચો, ઊંધિયું, રસવાળા ખમણ અને સુરતી ચાઈનીઝ પ્રખ્યાત છે.