હેકટિક લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસને કારણે ઘણી વખત આંખોમાં લાલાશ, બળતરા થવા લાગે છે. તો ઘણી વખત આંખ નીચે કુંડાળા થઈ જાય છે આંખોની આજુ બાજુ કરચલી પડવા લાગે છે. આવા સમયે અમે આપને કેટલીક આસાન ટિપ્સ આપીયે છીએ જે તમારી આંખોને ફ્રેશ રાખશે…
- દિવસ દરમિયાન ત્રણથી ચાર વાર આંખોને ઠંડા પાણીથી ધુઓ તેનાથી આંખોની બળતરા અને થકાવટ ઓછી થશે.
- રાત્રે એક બદામને દૂધમાં પલાળી સવારે તેને વાટીને આંખ નીચે લગાવવાથી આંખ નીચેના કાળા કુંડાળા ઓછા થશે.
- સંતરાની છાલનો પાવડર બનાવી તેને મલાઇ સાથે ભેળવી આંખોની નીચે લગાવવાથી કુંડાળા દૂર થાય છે.
- આંખ નીચેની કરચલીઓ અને કાળા કુંડાળા દૂર કરવા માટે રોજ રાત્રે બદામના તેલથી હળવા હાથે દસ મિનીટ માલીશ કરવાથી ઘણો ફરક પડે છે.
- બટાકાના પતિકાને આંખ નીચે મુકવાથી પણ કાળાશ ઓછી થાય છે.
- કાકડીના પતિકાને આંખ પર મુકવાથી થકાવટ ઓછી થાય છે.
- આંખોમાં વધુ પડતી બળતરા થતી હોય તો મધ આંજવાથી આંખોમાં ઠંડક થાય છે.