શું તમારી આંખમાં પાણી નિકળે છે, અપનાઓ આ ઘરેલું નુસખા

If water frequently form drops, 8 domestic remedy for her best

આંખોમાંથી પાણી નિકળવું બહુ જ સામાન્ય સમસ્યા છે અને આ સમસ્યા બહુ વધારે પ્રદૂષણવાળા વાતાવરણ અને સિઝનલ એલર્જીને કારણે થાય છે. આ સમસ્યામાં આંખોમાંથી પાણી નિકળવાની સાથે આંખોની ચારેય તરફ ખુજલી પણ થાય છે. આંખોને વધારે સ્પર્શ કરનારા અથવા તો આંખોને વારંવાર મસળનારા લોકોને આ સમસ્યા વધારે થાય છે. આ સમસ્યાને તમે ઘરે જ ઝડપથી દૂર કરી શકો છો. જેના માટે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવવાની જરૂર છે. જે તમારા રસોડામાં સરળતાથી ઉબલબ્ધ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું, જોકે કેટલાક ગંભીર કિસ્સાઓમાં ડોક્ટરને બતાવવું હિતાવહ છે.

બટાકા

બટાકામાં રહેલાં એસ્ટ્રિજેન્ટ ગુણને કારણે તેની મદદથી આંખોમાં વારંવાર પાણી આવવાની સમસ્યા દૂર કરી શકાય છે. આ સિવાય આંખમાં લાલાશ અને સોજાને દૂર કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બટાકાની સ્લાઈઝ કાપી લેવી. થોડીવાર માટે તેને ફ્રિઝમાં મૂકી દેવું. હવે આ ઠંડી સ્લાઈઝને આંખો પર 15થી 20 મિનિટ માટે મૂકવી. આ ઉપાયને રાતે સૂતા પહેલાં બે કે ત્રણવાર નિયમિત કરવાથી ઝડપથી ફાયદો થશે. આ એક કારગર ઉપાય છે.

ઠંડો સેક

If water frequently form drops, 8 domestic remedy for her best

આંખમાં જે ભાગ પ્રભાવિત હોય તેની આસપાસ ઠંડો સેક કરવાથી રાહત મળે છે. ઠંડો સેક કરવાથી સૌથી સરળ રીત મુજબ એત સાફ કપડાને બરફના ઠંડા પાણીમાં પલાળીને આંખ પર રાખવું. આવું દિવસમાં અનેકવાર કરવું. આ સિવાય તમે આંખોમાં પાણી આવવાની સમસ્યાથી બચવા માટે કેમોમાઈલ ટી બેગનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે કેમોમાઈલ ટી બેગને અડધા કલાક માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ તેને ફ્રિઝમાંથી કાઢીને આંખો પર ઓછામાં ઓછું 10 મિનિટ સુધી રાખવું. ઝડપથી સારું કરવું હોય તો આ ઉપાયને દિવસમાં ત્રણથી ચાર વાર કરવું. ફાયદો થશે.

ઠંડુ દૂધ

દૂધ પણ આંખોમાંથી પાણી નિકળવાની સમસ્યા માટે ઉપયોગ કરવામાં આવતા ઘરેલૂ ઈલાજમાં લોકપ્રિય ઉપચારોમાંથી એક છે. તેના માટે ઠંડુ દૂધ લેવું, હવે તેમાં કોટન બોલને ડિપ કરીને આંખોની આસપાસ હળવા હાથે રગડવું. આ સિવાય તમે વધુ ઠંડક મેળવવા આ કોટન બોલને થોડા સમય માટે આંખોની આસપાસ રાખી પણ શકો છો. આ ઉપાયને સવારે અને સાંજે કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય.

ગુલાજ જળ

If water frequently form drops, 8 domestic remedy for her best

શુદ્ધ ગુલાબ જળનો ઉપયોગ આંખોમાં વારંવાર પાણી આવવાની સમસ્યામાં પ્રભાવી ઘરેલૂ ઉપચારમાંથી એક છે. ગુલાબજળ ઠંડક આપનારું હોય છે અને આંખોને સ્વચ્છ કરવામાં પણ મદદ કરે છે. ગુલાબ જળનો ઉપયોગ આંખો માટે અનેક રીતે કરી શકાય છે. તમે ગુલાબ જળથી આંખોને દિવસમાં ઓછામાં ઓછું બેવાર ધોઈ શકો છો. આ સિવાય ઝડપી રાહત માટે ગુલાબ જળને ડ્રોપ તરીકે પણ આંખોમાં નાખી શકો છો.

પાણી અને મીઠું

આંખોમાં સતત પાણી આવવાની સમસ્યા માટે પાણી અને મીઠુંનો ઈલાજ સારો માનવામાં આવે છે. આનો ઉપયોગ આંખોને ધોવા માટે કરવામાં આવે છે. મીઠું અને પાણીનું સંયોજન આંખોમાં પાણી આવવાની સાથે, આંખોમાં સોજા, બળતરા અને આંખમાં રહેલો કચરો દૂર કરી શકે છે. આ સિવાય મીઠામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી પ્રાકૃતિક આઈ ફોશ બનાવવા માટે એક કપ પાણીમાં એક ચમચી મીઠું મિક્ષ કરવું. આ મિશ્રણને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી મીઠું સંપૂર્ણ રીતે ઓગળી ન જાય. હવે આ મિશ્રણને ઠંડુ કરીને આંખો ધૂઓ. આ ઉપાયને દિવસમાં બેથી ત્રણવાર કરવો.

એલોવેરા

If water frequently form drops, 8 domestic remedy for her best

પોતાના મુલાયમ અને મોઈશ્ચરાઈઝિંગ ગુણોને કારણે એલોવેરા આંખોમાં પાણી આવવાની સમસ્યા માટે એક પ્રભાવી ઘરેલૂ ઉપચાર છે. તેના માટે એલોવેરા જેલને એક ચમચી મધ અને આડધો કપ એલ્ડરબેરી ચાની સાથે મિક્ષ કરવું. આ મિશ્રણથી દિવસમાં બેવાર આંખો ધોવી. આવું જ્યાં સુધી સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કરવું. આ સિવાય માત્ર એલોવેરાના રસથી પણ તમે આંખો ધોઈ શકો છો.

ગ્રીન ટી

ગ્રીન ટીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે આંખોમાં પાણી આવવાની સમસ્યા માટે પણ લાભકારી છે. ગ્રીન ટીના એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી ગુણોને કારણે તે આંખોને રાહત પ્રદાન કરે છે. તેના માટે એક કપ પાણીમાં બે ગ્રીન ટી બેગ નાખવા. ત્યારબાદ આને થોડીવાર માટે ઠંડુ થવા મૂકી દેવું. ઠંડુ થયા બાદ આ મિશ્રણથી તમારી આંખોને દિવસમાં બેવાર ધોવી. ચોક્કસથી ફાયદો થશે.

કાકડી

If water frequently form drops, 8 domestic remedy for her best

કાકડીના એન્ટી-ઈર્રિટેશન ગુણ આંખોમાં પાણી નિકળવાની સાથે-સાથે બળતરા અને ખુજલીની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. જેના માટે કાકડીને સારી રીતે ધોઈને તેની પાતળી સ્લાઈઝ કાપી લેવી. આ સ્લાઈઝને 15થી 20 મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ આંખોની આસપાસ આને ઓછામાં ઓછું 10 મિનિટ માટે રાખો. આ પ્રક્રિયાને દિવસમાં ચારથી પાંચવાર કરો. આ પ્રયોગ આંખોમાં પાણી નિકળવાની સાથે-સાથે ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


7,955 views

One thought on “શું તમારી આંખમાં પાણી નિકળે છે, અપનાઓ આ ઘરેલું નુસખા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 9 =