આંખના નંબર દુર કરવાના ધરેલું ઉપાયો, જે ચોક્કસ તમારા કામમાં આવશે!!

ayurvedic-eye-drop-696x464

અત્યારે છોકરા છોકરીઓ નાના હોય ત્યારથી જ તેમણે આંખમાં નબર આવી જાય છે અને ચશ્માં પહેરવા પડે છે. મોટાભાગે કોમ્પ્યુટરમાં કામ કરતા, વાંચતા અને ટીવી જોતા આંખ કમજોર હોવાથી તેમાંથી પાણી નીકળવા લાગે છે. આ સમસ્યાને દુર કરવાના અમે તમને ઘરેલું નુસખાઓ જાણવાના છીએ.

*  આ કોઈ બીમારી નહિ પણ ઘ્યાન દેવામાં ન આવે તો આંખની રોશની ઓછી થવા લાગે છે. આનાથી છુટકારો મેળવવા માટે દિવસમાં કોઈ પણ સમયે કે રાત્રે સુતા સમયે આંબળાના પાણીથી આંખને બરાબર ધોઈ લેવી. રોજ આ મિશ્રણને આંખમાં ટપકાવવું. આનાથી તમને ફાયદો થશે.

*  આંખના બધા પ્રકારના રોગો જેમકે પાણી પડવું, આંખ આવવી, આંખમાં દુર્બલતા વગેરે થાય ત્યારે આખી રાત ૭ થી ૮ બદામને પલાળીને સવારે પી જવી.

*  બદામ, મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને તમારી આંખની રોશની તેજ લાગવા લાગશે.

*  પગના તળિયામાં સરસવના તેલથી માલીશ કરીને રાત્રે સુવું. સવારે ઉઘાડા પગે ઘાસમાં ચાલવું. નિયમિત રૂપે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવા. આનાથી તમારી આંખની કમજોરી દુર થશે.

*  રાત્રે એક ચમચી ત્રિફળાને માટીના વાસણમાં નાખીને પલાળવા. પછી આ ચારણીથી ગળીને આ પાણીથી આંખ ધોવી. આનાથી આંખની રોશની વધશે અને કોઈ પણ બીમારી નહિ રહે.

*  ગુલાબ જળમાં ભીંજવેલ રૂનું પૂમડું આંખો ઉપર એક કલાક બાંધવાથી ગરમીથી થતી પરેશાનીઓમાં તરત જ આરામ મળી જાય છે.

*  તમારા ભોજનમાં બધા પ્રકારના તત્વોને શામેલ કરો. સંતુલિત આહાર ફક્ત આંખો માટે જ નહિ, શરીર માટે પણ જરૂરી છે. જેમકે ગાજરનું જ્યુસ, દૂધ, લીલા શાકભાજી, લસણ, સ્પિનચ, ફળો, કોબીજ અને લીંબુ વગેરેનો ઉપયોગ કરવો.

*  આ ઉપરાંત પપૈયા, પાકેલા કેળા, દૂધ, ઘી, માખણ, મધ, મરી, ખાંડ, વરિયાળી, સૂકા ધાણા અને મીઠો લીમડો વગેરે પણ આંખ માટે ફાયદાકારક છે.

*  એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી ખાંડ લઇ પીસી લેવું. પછી આ મિશ્રણને સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લેવું.

*  માં ના દુધના એકાદ બે ટીપાં આંખમાં નાખવાથી નાના બાળકોને આંખોના બધા પ્રકારના રોગો દુર થાય છે.

*  આંખમાં અઠવાડિયામાં બે થી ત્રણ વાર ડોક્ટર્સને બતાવેલ આંખના ટીપાં નાખવા.

*  રોજ પપૈયું ખાવાથી આંખને ફાયદો થાય છે. ગુલાબજળ થી આંખ ધોવી. આનાથી પણ તમને બેનેફીટ થશે.

*  કેળા અને શેરડીનો રસ આંખ માટે સારો છે તેથી આને પીવો. એક ગ્લાસમાં એક લીંબુ નીચોવીને પીવાથી જિંદગી ભર તમારા નેત્રની દ્રષ્ટિ બની રહે છે.

*  ઓછામાં ઓછી ૭ કલાકની ઊંધ તો લેવી જ જોઈએ. ઓછી ઊંધ લેવાથી આંખ થાકે છે અને તેને નુકશાન થાય છે. તો આવું ન થવું જોઈએ.

*  એલચીના બે આખા ટુકડા લઇ પીસીને દુધમાં નાખો. દૂધને ઉકાળીને રાત્રે સુતા પહેલા પી લેવું. આ આંખોને સ્વસ્થ બનાવે છે.

Comments

comments


24,858 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 2 =