શ્રીકોલદ્રીપ ને ‘કુળિયા’ કહેવામાં આવે છે. આ નવધાભક્તિ માંથી ‘પાદ-સેવન ભક્તિ’ નું સ્થાન છે. આ સ્થળે પાંચ ધારાઓમાં ગંગાનું મિલન થાય છે. આ ઉપરાંત અહી ગંગા નદી સિવાય મંદાકિની, અલકા, ભગીરથી અને સરસ્વતી પણ વહે છે.
આ કારણે ગંગા અહી મહાવેગવતી છે. ઋષિમુનિઓ આ સ્થાનને ‘મહા-મ્હા‘ કહે છે. આ બ્રહ્મસત્ર સ્થાન પણ છે. અહી સ્નાન કરવાથી પુનર્જન્મ નથી મળતો. અહી જળ પર, સ્થળ પર એટલેકે આકાશમાં જીવન ત્યાગ કરવાથી કોઇપણ જીવ શ્રીગોલોક-વૃંદાવન ને પ્રાપ્ત થાય છે.
આની પાછળ એક કથા પ્રચલિત છે. સતયુગમાં વાસુદેવ નામનો એક બાળક હતો. તે દરેક સમયે ભગવાન વરાહ દેવની પ્રાર્થના અને સેવા કરતો હતો. તેની પ્રાર્થના થી ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, ‘હે બાળક! તું મારો ભક્ત છો, હું તારી પૂજાથી ખુશ છું. તેથી કલિયુગ નો પ્રારંભ થતા હું ગૌરાંગ રૂપમાં અહી પ્રકટ થઈશ તથા આ નવદ્વીપ જ મારું વિહાર સ્થાન હશે. ત્રિભુવનમાં નવદ્વીપ સમાન મારું કોઈ ધામ નથી.
નવદ્વીપ માં રહેતા, બધા તીર્થસ્થાનો નું ફળ મળે છે. મારી ગૌરાંગ લીલા દરમિયાન તારો પણ અહી જન્મ થશે. આટલું કહીને ભગવાન અદ્રશ્ય થઇ ગયા.