અહી આવેલ છે ભારત માતા મંદિર, જાણો તેના વિષે…

37020542

ભારત વિવિધતા અને અલગ અલગ સંસ્કૃતિઓ નો દેશ છે. ભારત માતા નું મંદિર હરિદ્વાર માં આવેલ છે, એજ ખાસ્સું ચર્ચિત છે.

હરિદ્વારમાં ભારત માતા મંદિરને ‘મધર ઇન્ડિયા મંદિર’ ના નામે ઓળખાય છે. ઉત્તરાખંડ માં આવેલ હરિદ્વાર એક ઘાર્મિક ઘરતી છે. અહી ઘણા બધા નાના-મોટા મંદિરો છે.

આ મંદિર સંપૂર્ણપણે ભારત માતા ને સમર્પિત કરે છે. ભારત માતા મંદિર નામથી પ્રખ્યાત થયેલ આ મંદિર આઠ માળ નું બનેલ છે. આઠમાં માળે જે મંદિર છે તે શંકર ભગવાન ને સમર્પિત કરે છે. આ મંદિર નું નિર્માણ ૧૯૮૩માં થયું. બાદમાં ઇન્દિરા ગાંધી આ આનું ઉદ્ઘાટન કર્યું.

આ પવિત્ર સ્થળના દરેક માળે અલગ અલગ ભગવાન ના મંદિરો છે જે સ્વતંત્રતા સંગ્રામ સૈનિકો ને સમર્પિત કરે છે. આના પહેલા માળે ભારત માતા મંદિર, બીજા મંદિરે શુર મંદિર, ત્રીજા માળે માત્રુ મંદિર છે જે સ્ત્રી શક્તિને સમર્પિત કરે છે.

આના પાંચમાં માળે અલગ-અલગ ઘર્મો, ઈતિહાસ અને ભારતના અલગ ભાગોની સુંદરતા દર્શાવી છે. આના છઠ્ઠા અને સાતમાં માળે દેવી શક્તિ તથા વિષ્ણુ ના વિવિધ અવતારો આવેલ છે. મંદિરમાં છવાઈ ઘાર્મિકતા આ મંદિરને સંપૂર્ણપણે એક આધ્યાત્મિક માહોલ ઉત્પન્ન કરે છે.

આ મંદિર પોતાના માં જ એક અનોખી વિશેષતા ઘરાવે છે. આના છેલ્લા માળેથી તમને હરિદ્વાર ની નદીઓ, પહાડો, ઘાર્મિક સ્થળો અને આજુબાજુ ના સુંદર પ્રાકૃતિક નઝારાઓ દેખાશે. તો તમે જયારે હરિદ્વારમાં જાવ ત્યારે ચોક્કસ અહી જજો.

Comments

comments


5,375 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 6 =