શું આપમેળે જ ગાડીઓ ચાલવા માંડે એવું શક્ય છે. આ સંભાળવામાં જ બહુ અજીબ લાગે છે. દુનિયા બનાવનારે આ દુનિયા ખુબજ રહસ્યમય બનાવી છે. સમગ્ર દુનિયામાં એવી ધણી બધી નાની-મોટી જગ્યાઓ છે જેણે જોઇને એવું લાગે છે હજુ દુનિયામાં કેટલા રહસ્યો છુપાયેલ હશે.
વેલ, આજે અમે તમને એવા સ્થળ વિષે જણાવવાના છીએ જ્યાં આપમેળે જ ગાડીઓ ચાલવા માંડે છે. અમે મેગ્નેટિક હિલ (magnetic hill) વિષે વાત કરી રહ્યા છીએ. મેગ્નેટના પ્રભાવે અહી ગાડીઓ સ્ટાર્ટ કર્યા વગર જ ચાલવા માંડે છે.
આ સ્થળ મોંકટનના ન્યુ બ્રંસવિક એટલેકે કેનેડામાં આવેલ છે. આ હિલ વિષે લોકોને સન ૧૯૩૦માં જાણકારી મળી હતી. આ પહાડીય રસ્તો છે જેમાં ઘણી બધી પહાડિયો મેગ્નેટિક છે. અહી ઢાળ હોવા છતા પણ ગાડીઓ ઉપર ચડવા માંડે છે, જોકે આવું થવું એ સ્વાભાવિક છે.
આજે આ જગ્યા ટુરિસ્ટ માટે ખુબજ લોકપ્રિય અને ફેમસ બની ચુકી છે. સેકડો પર્યટકો અહી મુલાકાત લેવા માટે આવે છે. આ પ્રકારની magnetic hill આપણા ભારત દેશના લડાખ રાજ્યમાં પણ આવેલ છે. ત્યાં પણ આવી જ કઈક ઘટના બને છે.