આજની મોર્ડન દુનિયામાં લોકો બહુ ક્રિયેટિવ થઇ ગયા છે અને નવું નવું જ વિચારતા રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે ટેબલ પર ભોજન કરતા હોવ અને સામે બેસી રહેલ સિંહ તમને જોઈ રહ્યો હોય તો? તમે ન્હાતા હોવ અને રીંછ તમારી સામે જ હોય તો?
આ કોઈ કલ્પના નથી પણ સત્ય હકીકત છે. ઠીક છે, તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં એક એવી લોજ છે, જ્યાં લોકોને આવી સુવિધા પુરી પાડવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના કેનબેરાના નેશનલ ઝુ એન્ડ એક્વેરિયમ ખાતે જમાલા વાઈલ્ડલાઈફ લોજ થોડા સમય પહેલા જ શરૂ થઈ છે.
લોજ એ પ્રકારે બનાવાઈ છે કે અહીં આવેલા લોકો જાનવરો સાથે મસ્તી તો ખુબ કરે જ પરંતુ તેની વચ્ચે સંપૂર્ણ સુરક્ષિત પણ રહે. આ લોજમાં 18 રૂમ છે. તમામ રૂમમાં કાચના મોટા પેનલ લાગેલા છે, જેની બીજી તરફ સિંહ, રિંછ અને જિરાફ ફરતા રહે છે. તે કાચની અંદર આવીને ઝાકતા પણ રહે છે. લોજના માલિક રિચર્ડ ટિનડેલનું કહેવું છે કે ધીરે-ધીરે આ જંગલી જાનવરો દુનિયાથી લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે આ લોજ ખોલવાનો ઉદ્દેશ્ય લોકોને પ્રાણીઓ પ્રત્યે જાગૃત કરવાનો છે.
અહી લોકો પણ આ જંગલી જાનવરો સાથે રહી શકેછે. એ પણ કોઈપણ પ્રકારના નુકશાન વગર. ખરેખર, આ લોજ માં જઈને રહેવું એ પોતાના માં જ એક અલગ અહેસાસ છે. તમે અહી જશો તો લાઈફ ટાઇમ જંગલી જાનવરો વચ્ચે રહેવાનો મોમેન્ટ નહિ ભૂલી શકો.