આફ્રિકાના કેપટાઉનમાં વૃક્ષો પર એક અનોકો પુલ બનાવવામાં આવ્યો છે. સંપૂર્ણપણે વૃક્ષો પરથી પસાર થતો પુલ 450 ફૂટ લાંબો છે. વૃક્ષો પર બનેલા પુલ પરથી આસપાસનાં ગ્રીનરીવાળા વિસ્તારનો નજારો ઘણા જ સારો દેખાય છે. આ અનોખો પુલ માર્ક થોમસ અને હેનરી ફોગન તથા તેમના સાથીઓએ બનાવેલો છે.
એક રીતે હટકે બનાવેલો આ બ્રીજ પર ચાલવાને કારણે અમુક લોકોને પૌરાણિક કથાઓમાં વર્ણવેલા વિવિધ પૂલો પર ચાલવા જેવો અનુભવ થાય છે. કેપટાઉન જતા લોકોને આ અનોખા પર ચાલવાની સલાહ ટ્રાવેલ વેબસાઇટો દ્વારા આપવામાં આવતી હોય છે. અહીં ઘણી વિચિત્ર અને દુર્લભ પ્રજાતિના વૃક્ષો પણ જોવા મળે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર