નસીબ બદલવા માટે ડુક્કર ને કાપી લોહી માં પેસા બોળ્યા

અહીં નસીબ બદલવા માટે ડુક્કરને જીવતું કાપી તેના લોહીમાં બોળાય છે પૈસાવિયેતનામના બાક નિન્હ પ્રાંતના નેમ થુઓંગ ગામમાં હજારોની સંખ્યામાં લોકો ગુડ લકના નામે થતી ક્રૂર ઘટનાના સાક્ષી બન્યા હતા. નવા વર્ષની ઉજવણી નિમિત્તે અહીંયા દર વર્ષે પરંપરાગત ‘પિગ સ્લોટર ફેસ્ટિવલ’ (ડુક્કરની બલિ) ઉજવાય છે. જેમાં બે ડુક્કરની બલિ ચઢાવવામાં આવે છે. બાદમાં ગામના લોકો તેના લોહીમાં પોતાના પૈસા ડુબાડે છે. ગામવાળાઓ માને છે કે, આમ કરવાથી નવા વર્ષમાં તેમના ત્યાં ખુશી અને સમૃદ્ધિ આવશે.

0_1424957344

ફેસ્ટિવલ દરમિયાન ડુક્કરને અત્યંત ક્રૂરતા સાથે મારવામાં આવે છે. જો કે, બહુ લોકોને આ તહેવાર પ્રત્યે સૂગ પણ છે. વિયેતનામની સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયે ગામડાંના લોકોને આ પ્રકારની ક્રૂર પરંપરાને ઘટાડવાની વાત કરી છે. વળી, સ્થાનિક અધિકારીઓએ એનિમલ રાઇટ્સ ગ્રૂપ અને મીડિયાની ટીકા પછી ગામના લોકોએ આ તહેવારને પિગ પરેડ ફેસ્ટિવલનું રૂપ આપવાની અપીલ કરી છે.

ગામના એક વૃદ્ધ અનુસાર, આ ફેસ્ટિવલનું સેલિબ્રેશન ઘરડા લોકોને પસંદ છે. ડુક્કરની હત્યાથી કોઇ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન નથી થતું. તેમણે કહ્યું કે, ગામના લોકો પોતાના પૂર્વજોની પરંપરાને જીવિત રાખવા ઇચ્છે છે. વિયેતનામમાં આ પરંપરા સદીયોથી ચાલી આવી રહી છે. દર વર્ષે લૂનર ન્યૂ યરના પહેલા મહિનાના છઠ્ઠા દિવસે આ તહેવાર ઉજવાય છે.

અહીં નસીબ બદલવા માટે ડુક્કરને જીવતું કાપી તેના લોહીમાં બોળાય છે પૈસા

અહીં નસીબ બદલવા માટે ડુક્કરને જીવતું કાપી તેના લોહીમાં બોળાય છે પૈસાસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,381 views

Leave a Reply

Your email address will not be published.

4 − 1 =