અલગ-અલગ સંસ્કૃતિમાં આ રીતે થતી લગ્નની પ્રથા જોઈ તમે કહેશો OMG!!

aruncarea-buchetului

દુનિયા અલગ અલગ રીવાજોથી ભરેલ છે. જેવી રીતે લોકોનો ધર્મ, સંસ્કૃતિ, રહેનસહેન અલગ હોય છે તેવી જ રીતે તેમની લગ્ન કરવાની પ્રથા પર અલગ હોય છે. સાંભળવામાં આ થોડું ફની લાગશે પણ આ રીયાલીટી છે.

આખો મહિનો રડે છે દુલ્હન

China

ચીન ના સિચુઆન માં લગ્ન કરો તેના પહેલા એક મહિનો રડવાની પરંપરા છે. આ પરંપરા માં દુલ્હન ને રોજ ૧ કલાક રડવું પડે છે. આમાં દુલ્હન સાથે પહેલા ૧૦ દિવસ તેની માતા અને પાછલા દિવસોમાં તેની દાદી પર રડવામાં સાથ અપાવે છે. આને આ લોકો ખુશી વ્યક્ત કરવાની એક રીત માને છે.

વૃક્ષ સાથે લગ્ન

love-nature-

ભારત વિવિધતા વાળો દેશ છે. ભારતના અનેક પ્રાંતોમાં જો કોઈ છોકરી માંગલિક હોય તો તેને પીપળાના ઝાડ સાથે લગ્ન પડે છે. આમ કરવાથી તેનામાં જેટલા દોષો રહ્યા હોય તે ખતમ થઇ જાય છે અને લગ્ન થવાની સંભાવના વધી જાય છે.

ડીશો તોડવી

63320a273d5701bdd0320d352b389d73

ગ્રીસમાં લગ્ન દરમિયાન આવી પણ પરંપરા હોય છે. લગ્નની વિધિ માં ગ્રીસની અમુક જાતિમાં મહેમાનો અને ફેમિલી મેમ્બર દ્વારા ડીશ તોડવામાં આવે છે. આવું કરવા પાછળ તેઓ ગુડલક માને છે.

દુલ્હા-દુલ્હન પર કીચડ ફેકવું

blackening

આ રીતી-રીવાજ સ્કોટલૅન્ડમાં જોવા મળે છે. આમાં લગ્ન ત્યાં સુધી પુરા નથી માનવામાં આવતા જ્યાં સુધી તેમને કાળા રંગથી રંગી દેવામાં ન આવે, આમાં બગડી ગયેલા ઈંડાઓ અને કાદવ હોય છે. કાળો રંગ કપલ પર અચાનક જ રેડવામાં આવે છે. આ રસમથી નવદંપતી સુખી રહે તેવું માનવામાં આવે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જો આ રસમ કરવામાં આવે તો દુલ્હન ખરાબ આત્માઓથી દુર રહે છે.

મની ડાંસ

06590f9bd75ca66899a7ea5a7fc41eee

મની ડાંસ પણ વિભિન્ન સંસ્કૃતિઓમાં થતી એક અલગ જ રસમ છે. ૧૯૯૦ ના દાયકામાં પોલેન્ડમાં શરુ થઇ હતી. લગ્નના રીસેપ્શન દરમિયાન દુલ્હન પોતાના પિતા સાથે ડાંસ કરે છે અને તેના સબંધીઓ એપ્રન પકડી રાખે છે. જે મહેમાન તે એપ્રન પર પૈસા રાખે છે, તેને દુલ્હન સાથે ડાંસ કરવાનો મોકો મળે છે.

Comments

comments


6,818 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 2 =