અરે વાહ! સાઉથના ભગવાન ‘રજનીકાંત’ વિશે રોચક ફેકટ્સ

rajinikanth_640x480_61420707308

*  ઘણા ઓછા લોકો જાણે છે કે રજનીકાંતનું અસલી નામ ‘શિવાજી રાવ ગાયકવાડ’ છે. અત્યારે તેમને રજનીકાંત ના નામે પ્રસિદ્ધિ મળી છે.

*  રજનીકાંતનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં ખુબજ માધ્યમ વર્ગીય મરાઠી પરિવારમાં થયો હતો. તે પોતાના ચાર ભાઈ-બહેનો માંથી સૌથી નાના છે.

*  પાંચ વર્ષની કોમળ આયુએ જ તેમને પોતાની માતાને ગુમાવ્યા. તેમના પિતા પોલીસમાં હવાલદાર હતા.

*  જયારે રજનીકાંત યંગ હતા ત્યારે તેમને કુલીથી લઈને કાર્પેન્ટર અને બસ કંડકટરની નોકરી કરી. તેઓ બસ કંડકટરની નોકરીથી પણ લોકો વચ્ચે પ્રખ્યાત હતા. તેમણે એક્ટિંગનો શોખ હોવાથી આ બધા કામો છોડીને એક્ટિંગ માટે ચેન્નાઈની ‘અધાર ફિલ્મ ઇન્સ્ટીટયુટ’ માં દાખલો કરાવ્યો.

*  આ દરમિયાન તે દશકના ફેમસ નિર્દેશક કે.બાલાચંદરની નજર તેમની પર પડી. ત્યારબાદ તેઓએ પોતાની ફિલ્મ ‘અપૂર્વ રાગાંગલ’ માં રજનીકાંતને કાસ્ટ કર્યા. આ રજનીકાંતની પ્રથમ ફિલ્મ બની. જોકે, તેમનો રોલ ખુબજ નાનો હોવાથી તેમને આમાં પ્રસિદ્ધિ ન મળી પણ એક્ટિંગના વખાણો જરૂર થયા.

*  તેમની હાલમાં રીલીઝ થયેલ ફિલ્મ ‘કબાલી’ એ પણ બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી દીધી હતી.

489658-rajinikanth-story647051216013451

*  રજનીકાંત પાછલા ૪૦ વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેમણી ફિલ્મોને હીટ થવા માટે ફક્ત તેમનું નામ જ કાફી છે. રજનીકાંત વિષે કહેવામાં આવે છે કે તેઓ પોતાની એક ફિલ્મ માટે ઓછામાં ઓછામાં ૫૦ થી ૬૦ કરોડ રૂપિયાનો ચાર્જ લે છે. આ હિસાબે તેમણે સાઉથમાં સૌથી વધારે પેઈડ એક્ટર માનવામાં આવે છે.

*  ૨૦૦૭માં પોતાના કરિયરની અને સાઉથના સૌથી મોટા નિર્દેશકની ફિલ્મ ‘શિવાજી: ધ બોસ’ મળી. જે ખુબજ સુપરડુપર હીટ સાબિત થઇ. આ ફિલ્મ માટે તેમણે ૨૬ કરોડ રૂપિયા મળ્યા જે તે સમયમાં એશિયામાં ‘જેકી ચૈન’ ના બાદ વધારે મળતી સેલેરી હતી.

*  ૨૦૧૦ માં રજનીકાંતની સૌથી મોટી ફિલ્મ ‘રોબોટ’ આવી, જે તે વર્ષની સૌથી મોંધી ફિલ્મ બની. આ ફિલ્મ માટે તેમણે ૪૫ કરોડ રૂપિયા મળ્યા હતા.

*  ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૧ ના રોજ આંધ્રપ્રદેશના તિરુપતિમાં તેમણે લતા રંગ્ચારી સાથે લગ્ન કર્યા. તેમની બે પુત્રી છે, એશ્વર્યા અને સૌન્દર્ય. તેમાંથી મોટી પુત્રીના લગ્ન સાઉથનો સ્ટાર એટલેકે ‘કોલાવેરી ડી’ થી ફેમસ થઇ ચૂકેલ ‘ધનુષ’ સાથે થયા.

dhanushandrajinikanth-30-1472534021

*  રીયલ લાઈફમાં રજનીકાંત ખુબજ સીધા સાદા છે. તેઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ ધોતી-કુર્તા પહેરે છે. જે અન્ય સફળ લોકોની વિપરીત છે. ઉપરાંત પોતાના માથામાં પડેલ ટાલને પણ છુપાવવી તેમણે પસંદ નથી.

*  દિલચસ્પ વાત તો એ છે કે તેમનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો છે, છતા આજ સુધી તેમણે એક પણ મરાઠી ફિલ્મમાં કામ નથી કર્યું.

*  રજનીકાંત કારના પણ શોખી છે. તેમની પાસે જુના જમાનાની ફિએટ થી લઈને બીએમડબલ્યુ જેવી મોંધી કારોનો કાફલો છે.

*  તેઓ સમાજસેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલ છે. તેઓ ભગવાનની આસ્થામાં અને દાન કરવામાં વિશ્વાસ રાખે છે.

*  સાઉથ સિનેમામાં રજનીકાંત અને કમલ હાસનની જોડી ખુબજ ફેમસ છે. આ બંને સ્ટાર્સે એક સાથે મળીને લગભગ ૧૮ ફિલ્મોમાં કામ કર્યું છે.

kamal-rajini-639

*  રજનીકાંતની એક વેબસાઈટ છે જે ફક્ત નેટ બંધ થાય ત્યારે જ ચાલુ થાય છે.

*  આટલા મોટા સ્ટાર હોવા છતા પણ રજનીકાંતે એક પણ કોમર્શીયલ એડ નથી કરી. તે લોકોને  ફક્ત પોતાના ફિલ્મ દ્વારા જ મનોરંજન પૂરું પાડવા માંગે છે.

*  પોતાના સંઘર્ષની કહાની આજે પણ ભારતના લોકો માટે પ્રેરણાદાયી છે. તેઓએ ફક્ત સાઉથમાં જ નહિ પણ બોલીવુડમાં ૯૦ ના દાયકામાં અનૂઠી છાપ છોડી.

*  રજનીકાંત ને ઘણા બધા એવોર્ડ પણ મળી ચુક્યા છે, જેમાંથી વર્ષ ૨૦૦૦ માં તેમણે પદ્મભૂષણ અને ૨૦૧૬ માં પદ્મવિભૂષણથી નવાઝવામાં આવ્યા હતા. તેમના કરોડો ફેન્સ ઈચ્છે છે કે તેમણે ‘ભારત રત્ન’ એવોર્ડ પણ આપવામાં આવે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,765 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 3