રીંછ જેનાથી બધાને ખૂબ ડર લાગતો હોય છે. પણ કહેવાય છે કે બેહદ પ્રેમની આગળ કોઈ પણ વસ્તુ પીગળી શકે છે. તેવો નઝારો અહી જોવા મળ્યો. જનરલી કહેવામાં આવે છે કે રીંછને ઈન્સાની ચહેરાથી સખ્ખત નફરત હોય છે.
પરંતુ જો આને સારી વાતો શીખવવામાં આવે તો તે માનવી કરતા પણ સારો બની જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે રીંછ જેવા ખૂંખાર જાનવરને પ્રેમ કરો અને તે જો તમારા લગ્ન હોય ત્યાં મહેમાન બની આવે તો તે તમારી કલ્પના બહાર હોય છે.
લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા કરોડો રૂપિયા ખર્ચી નાખે છે અને અનેક નવા નવા પેતરાઓ અજમાવે છે. પણ અહી જણાવવામાં આવેલ લગ્ન ની વાત જ અલગ છે. અહી જે કપલના લગ્ન જણાવેલ છે તેમના લગ્નમાં રીંછને દુલ્હનની અંગુઠી લાવવા બોલાવ્યો હતો. આ રીંછનું નામ ગ્રીઝ્લી છે.
પોતાના લગ્નને સ્પેશ્યલ બનાવવા માટે રશિયાના મોસ્કોમાં રહેતા ડેનીસ અને નેલ્યા નામના કપલે મેરેજમાં રીંછને રીંગ સાથે બોલાવી મહેમાનોને ચોંકાવી દીધા. કહેવાય છે કે આને લગ્નમાં કપલને અંગુઠી પહેરાવવામાં મદદ કરી હતી.
આ કપલનું કહેવું છે કે તેમનાં મેરેજમાં જયારે રીંછ પહોચ્યો ત્યારે વાતાવરણ જ કઈક અલગ થઇ ગયું. તેમણે આ દિવસ હંમેશાં યાદ રહેશે. આ તેમની લાઈફનો અનફોર્ગેટેબલ મોમેન્ટ હતો. ફંક્શનમાં રીંછે ન ફક્ત આ કપલ સાથે જ, પણ બાળકો સાથે અને અન્ય મહેમાનો સાથે ફોટોઓ પણ પડાવ્યા.
૧૩૫ કિલો વજન અને સાત ફૂટ લાંબા રિછે ફંકશનમાંમાં આગમન કરી ફંકશનની રોનક જ બદલી નાખી. સૌથી ખાસ વાત એ છે કે આ રીંછે બ્લેક કલરની મેરેજ ટાઈ પણ પહેરી હતી અને દુલ્હનને હાથે Kiss પણ કરી.
જોકે, બાદમાં ખબર એવી પણ આવી કે આ લગ્ન ફેક છે અને રીંછ સાથે ફોટોશૂટ કરવા માટે આવું કરવામાં આવ્યું હતું. લગ્નમાં ફોટોશૂટ Olga barantseva નામના રશિયન ફોટોગ્રાફરે કર્યું હતું.