અરે વાહ! અળસી ખાવાના આટલા બધા ફાયદા છે..

baking-with-flaxseed

અળસીને લીનસીડ અને ફ્લેક્સસીડ પણ કહેવામાં આવે છે. આના સ્વાદમાં થોડી મીઠાશ હોય છે. આ ઘણા બધા જરૂરી અને મહત્વપૂર્ણ ગુણોથી ભરપૂર છે. આના બીજ બ્રાઉન અને અત્યંત ચિકણા હોય છે. આના વૃક્ષને દુનિયાનુ સૌથી શક્તિશાળી વૃક્ષ કહેવાય છે. ભલે અળસીના દાણા નાના-નાના હોય પણ તેના ફાયદાઓ ખુબ મોટા છે.

આના સેવનથી ઘણા પ્રકારની બીમારીથી છુટકારો મેળવી શકાય છે. જે લોકો અળસીનું સેવન નિયમિત રૂપથી કરે છે તે હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ, કેન્સર, સ્ટ્રોક અને બીજી ખતરનાક બીમારીથી દુર રહી શકે છે. ચાલો જાણીએ આના અગણિત ફાયદાઓ વિષે…

* વજન ધટાડવા માટે આ સૌથી બેસ્ટ છે કારણકે આ ઝીરો કાર્બ ભોજન છે.

* અળસીનું સેવન કરવાથી તે તમારામાં દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ જગાવશે. તમને ભરપૂર ઉર્જા અને શક્તિ આપશે અને મન માંથી તમામ નેગેટીવ વિચારોનો દુર કરશે.

* અળસીમાં 27 ટકા તંતુ હોય છે જેના કારણે પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. આનાથી તમને ભૂખ પણ ઓછી લાગશે.

* અળસી શરીરને સ્વસ્થ રાખે છે. અળસી ને અતસી, ઉમા, પાર્વતી, નીલપુશ્પી અને તીસી વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

* અળસીના બીજથી તૈયાર કરેલ તેલને રાત્રે સુતા સમયે કાજલની જેમ આંખે લગાવવાથી આંખના રોગો દુર થઇ છે. જો તમને આંખે કોઇપણ પ્રકારની એલર્જી હોય તો આ તેલનો ઉપયોગ ન કરવો.

flax-seed-egg-replacer

* આમાંથી  વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને ઓમેગા -3 જેવા ગુનો રહેલા છે. ઓમેગા -3 પદાર્થ એ આપણા શરીરમાં નથી બનતો તેથી તેને બાહ્ય સ્ત્રોતોથી પ્રાપ્ત કરવો પડે છે.

* જો તમે વધારે માત્રામાં ફ્લેક્સસીડ ને ખાવ છો તમને તે નુકસાન પણ પહોચાડી શકે છે. આમાં રહેલ રેચક, અતિસાર, પેટમાં દુઃખાવો અને અપચો જેવી પેટની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

* અળસી એક પ્રકારનો તેલીબિયાં પદાર્થ છે. અળસીમાં વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન, ઝીંક, પોટેશિયમ, અને ખનિજ ક્ષાર હોય છે.

* અળસી શરીરને તંદુરસ્ત અને ઉંમર વધારવા સહાયક બને છે. અળસીમાં મોનોઅનસેચ્યૂરેટેડ ફેટી એસિડ જેવો ઓલિક એસિડ મળે છે, જે ખરાબ કોલેસ્ટરોલ માં ઘટાડો કરે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર બનાવે છે.

* અળસી શરીરમાં બળતરા ઘટાડે, સંધિવા, એલર્જી અને અસ્થમા નો ઈલાજ કરવામાં સહાયરૂપ થાય છે.

* અળસીનું સેવન કરવાથી રોગપ્રતિકારક સિસ્ટમ મજબૂત કરી શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,708 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 12