અમુક જરૂરી ટોટકાઓ, જે ચોક્કસ તમારા કામ માં આવશે

neembu totka najarbattu

ભારતમાં ટોટકાઓની પરંપરા પ્રાચીનકાળથી જ છે. જોકે, આજના આધુનિક યુગમાં શિક્ષાનું મહત્વ વધી ગયું છે એટલે અમુક લોકો આમાં ઓછુ માને છે. અમુક લોકોના જીવનમાં દુખ ને કારણે તેઓ પરેશાન હોય તો તેઓ જ્યોતિષ પાસેથી ટોટકાઓ માંગે છે જે કામ પણ કરતા હોય છે. આમાં જણાવવામાં આવેલ બધા ટોટકાને શ્રધ્ધાથી કરવાથી જરૂર ફાયદો થશે. અમુક ટોટકાઓ વિષે અમે તમને જણાવવા છીએ.

* મોટાભાગે પારિવારિક જીવનમાં થતી ઉથલ પાથલને કારણે વ્યક્તિ પરેશાન રહે છે અથવા સંબંધોને કારણે તેને માનસિક ટેશન રહેતું હોય છે. આના માટે એક ટોટકો છે, જયારે તમને ટેન્શન આવે ત્યારે એક લોટામાં કે જગમાં પાણી લઇને તેની અંદર ચાર લાલ મરચાંના બીજ નાખીને પોતાની ઉપર સાત વાર ગોળ-ગોળ ફેરવ્યા બાદ ઘરની બહાર રસ્તામાં ફેકવું. આનાથી તમારું ટેન્શન દુર થશે અને તમને તરત આરામ મળશે.

* દર રવિવારે સૂર્યની પૂજા, મીઠા વગરનું ભોજન તથા લાલ વસ્તુનું દાન કરવું આનાથી મનુષ્ય વિદ્યાવાન બને છે. આનાથી તમને વિદ્યા પ્રાપ્ત થશે.

* રવિવાર કે મંગળવારે મોરના પીછા લાવીને બાળક જે ચારપાઈ પર સુતું હોય તેમાં લગાવવા. આમ કરવાથી નજર લાગતું બાળક શાંત થઇ જશે અને બાળકને ફરીવાર નજર નહિ લાગે.

* કોઈ કાર્યની સફળતા માટે બહાર નીકળ્યા હોવ તો પોતાના હાથમાં રોટલી લેવી. રસ્તામાં જ્યાં કાગડાઓ દેખાય તો તે રોટલીના ટુકડાઓ કરીને ખવડાવવા. આનાથી તમને સકસેસ મળશે.

10322558_666196710100133_3403455008520954539_n

* શનિવારેના સાંજે અડદની દાળના દાણા પર થોડું દહીં અને સિંદુર નાખીને પીપળાના વૃક્ષની નીચે મુકવું. જયારે પરત ફરો ત્યારે પાછળ ન જોવું. આ ક્રિયાને શનિવારે જ કરવી. આનાથી ધન પ્રાપ્તિ થશે.

* બાળકોને નજરથી બચાવવા માટે તેના ગાલે કાજળનો ચાંદલો કરવો. કે પછી તેના માથા પર કાજળથી અર્ધ ચંદ્રમાં બનાવીને તેની વચ્ચે ચાંદલો કરવો. આમ કરવાથી નજર નહિ લાગે.

* પુરુષોને અલગ અલગ રંગોથી મહિલાની તસ્વીરો અને મહિલાઓને લાલ રંગોથી પુરુષોની તસ્વીરો સફેદ કાગળ પર બનાવવી. આવું ત્રણ મહિના સુધી રોજ કરવું. આમ કરવાથી તમારા લગ્ન થશે અને તમારે કુંવારા નહિ રહેવું પડે.

* ‘સમુદ્ર ખાર’ ને લોટમાં મેળવીને ઘરમાં રાખવાથી ઘરમાં રહેલ ઉંદર નાસી જશે.

* સુખી વૈવાહીક જીવન માટે કન્યાની જયારે લગ્ન બાદ વિદાય થઇ રહી હોય ત્યારે એક લોટામાં ગંગાજળ, થોડું હળદર, એક પીળો સિક્કો લઈને કન્યાના માથા ઉપર ૭ વાર ફેરવીને તેની આગળ ફેકવો. આમ કરવાથી કન્યાના વૈવાહીક જીવનમાં સુખ આવશે.

* ઘરની પ્રમુખ મહિલા જે મોર્નિંગમાં સૂર્યોદય પહેલા ઉઠતી હોય, તે દરરોજ તાંબાના લોટામાં પાણી ભરીને ઘરના મુખ્ય દ્વાર પર નાખે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા નથી રહેતી.

Applying-Kajal-To-A-Boys-Eyes-In-Nepal-

Comments

comments


22,031 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 63