અમુક એવી ટીપ્સ, જે તમારા વિવાહિત જીવનને બનાવશે સુખી

980x

લગ્ન એક પવીત્ર બંધન છે. આ બંધન ને ભારતમાં સાત જન્મનું બંધન માનવામાં આવે છે. પતિ-પત્નીનો સંબધ ખુબજ ખાસ હોય છે, જેણે જાળવી રાખવો એ પતિ-પત્નીના હાથમાં હોય છે. નાના ઝધડાઓ બધા પતિ-પત્ની માં થતા હોય છે. જોકે, નાના-મોટા ઝધડાથી જ પતિ-પત્નીમાં પ્રેમ વધે છે.

મોટાભાગે લગ્નના થોડા દિવસો સુધી લગભગ બધાનું દાંપત્યજીવન સારું ચાલતું હોય છે. પરંતુ, ક્યારેક ક્યારેક સમસ્યા પણ આવવા લાગે છે. સુખી દાંપત્યજીવન માં પરસ્પર સમાન વ્યવહાર હોવો ખુબ જરૂરી છે જેના માટે આજે અમે સુખી દાંપત્યજીવન ની ટીપ્સ લઈને આવ્યા છીએ, જેનું પાલન કરવાથી તમે અવશ્ય સુખી થશો.

* જો કોઇપણ સમસ્યા હોય તો એક બીજા પર બધાની સામે ન ઝધડવું. પોતાના રૂમમાં જઈને સોર્ટ આઉટ કરી શકો છો. નાના મોટા ઝધડા થાય ત્યારે બાળકો સાથે ન ઝધડવું, કારણકે આનાથી બાળકોનો વિચાર અને સમજણ પણ ખરાબ અસર પડે છે.

* જો પત્નીને પતિ વધારે સમય ન આપી શકતો હોય તો કેળાના વૃક્ષનું પૂંજન કરી દેવતાઓના ગુરુ બૃહસ્પતિની આરાધના કરશો તો થોડા જ દિવસોમાં સકારાત્મક અસર જોવા મળશે.

* લગ્ન સમયે આપવામાં આવતા વચનોનું મહત્વ સૌથી વધારે હોય છે. તેમાં એકબીજાને હંમેશાં સાથ આપવાનું વચન આપવામાં આવે છે. જો પતિ-પત્ની મુશ્કેલીના સંજોગોમાં એકબીજાનો સાથે આપે તો લગ્નનું બંધન સારું રહે છે.

* સફળ વિવાહિત જીવન માટે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે પતિ-પત્ની બંને એકબીજાને મિત્ર સમાન વ્યવહાર કરે. જો આમ કરશો તો ઘણી ખરી સમસ્યા ટળી જશે અને તમને સંબંધ બોજારૂપ નહિ લાગે.

lovesss

* દુનિયામાં મોટાભાગના પુરુષ, મહિલાને એકસમાન દર્જો નથી આપતા. આ જ વાત દાંપત્યજીવન માં અણબનાવ લાવી શકે છે. એટલા માટે જરૂરી છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ ભેદભાવની ભાવના ન રહે.

* જો તમારા જીવનસાથી સાથે કોઈ ભૂલ થઇ ગઈ હોય તો તેને વારંવાર યાદ ન કરવી. જુની ભૂલોને યાદ કરવાના કારણે તમારું હાલનું જીવન દુખી થાય છે.

* વૈવાહિક જીવન માં સંયમ અને સંતોષનું સર્વોચ્ચ મહત્વ છે. ઘણીવાર બંને એકબીજા પર વધારે અપેક્ષા રાખે છે જેથી અપેક્ષા પૂરી ન થવાથી પણ ઝધડો થાય છે. તેથી જરૂરી છે કે બંને સંયમ અને સંતોષથી કામ કરે. આનું સૌથી મોટુ ઉદાહરણ ભગવાન રામ અને સીતા છે, જેમણે જીવનની દરેક કઠણ પરિસ્થિતીનો સામનો સંયમથી કર્યો હતો.

* ક્યારેય પોતાના ઝધડામાં પરિવારના લોકોને શામેલ ન કરો. કોઇપણ સમસ્યા હોય તો બંનેએ ભેગા મળીને પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ. પરિવારને વચ્ચે લાવવાથી સમસ્યાની નિવારણ તો નથી થતું પણ પરેશાનીમાં વધારો ચોકકસ થાય છે.

* વૈવાહિક જીવન માં ખુશી ત્યારે જ મળે છે જયારે પોતાની જાતને ખુશ રાખવાની જગ્યાએ એક બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે. એક બીજાની ખુશી માટે મનમાં સ્વ બલિદાન એટલે કે ત્યાગની ભાવના અત્યંત આવશ્યક છે. જો બંને પોતાની ખુશી જોશે તો વિવાહિક જીવન ક્યારેય સફળ નહિ થાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


18,395 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5