ગુજરાતમાં ફરવાની ઘણી બધી જગ્યાઓ છે. જયારે ગુજરાતમાં પ્રવાસની વાત આવે એટલે તમે હિલ સ્ટેશન, ઘાર્મિક મંદિરો, મસ્જિદો અને મ્યુઝીયમની વાત કરો પરંતુ આના સિવાય પણ એવા ઘણા બધા સ્થળો જે જ્યાં તમે મજા માણી શકો છે.
આજે અમે તમને અમદાવાદના નળ સરોવર વિષે જણાવવાના છીએ. અહી પક્ષીઓનું ખુબજ આકર્ષણ રહે છે. દુર દુરથી દરવર્ષે સેકડો માત્રામાં લોકો અહી પક્ષીઓને જોવા માટે આવે છે. પ્રવાસી પક્ષીઓ અહી નળ સરોવરમાં દરવર્ષે નવેમ્બર થી ફેબ્રુઆરીમાં આવે છે. નળ સરોવરમાં પક્ષીઓની અલગ-અલગ પ્રજાતિઓ તમને જોવા મળે છે જેમકે ભૂરા, સફેદ બેડિંગ બર્ડ, બ્લેક ટેલ્ડ ગોડવિટ, પ્લોવર્સ અને સેન્ડપાઈપર્સ ફ્લોક વગેરે….
કાળી પૂછડી વાળું ગોડવિટ મનોહરી રૂપે આકાશમાંથી શાંત પાણીમાં ઉતરે અને તરવા લાગે છે. વકૃત ચાંચ વાળા નાના, ભૂરા અને સફેદ બગલાઓ, જે મધ્ય યુરોપથી પોતાના બસેરા સ્થળથી 3500 કિલોમીટર ની યાત્રા કરીને અમદાવાદના નળ સરોવરમાં શિયાળો વિતાવવા માટે આવે છે.
અમદાવાદના નળ સરોવરમાં ૨૦૦ થી વધારે પક્ષીઓના ઝુંડ સરોવરમાં ઉતરે છે. મધ્ય યુરોપ અને દુનિયાના અલગ અલગ સ્થળોથી આવતા પક્ષીઓને અહી ભોજન અને ગરમી મળે છે.
અહી માર્ચ મહિનામાં તાપમાન 40 ડીગ્રી સુધી પહોચી જાય છે તેથી નળનું જળ સ્તર ઝડપથી ઓછુ થવા લાગે છે. વર્ષ 2002 માં થયેલ ગણના અનુસાર અહી પક્ષીઓની સંખ્યા 2.52 લાખ રહી. જયારે વર્ષ 2006 માં થયેલ ગણતરી મુજબ બતકો અને હંસોની સંખ્યા 1.19 લાખ રહી. આ સરોવરમાં પ્રસિદ્ધ ફ્લેમિંગોની સંખ્યા 5820 આંકવામાં આવી હતી.
નળ સરોવરનું પર્યાવરણ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ, જળ પક્ષીઓ, માછલીઓ અને જંતુઓને આશ્રયસ્થાન પ્રદાન કરે છે. અહી મહેમાન તરીકે વિદેશી અને સ્વદેશી પક્ષીઓની સંખ્યામાં વધારો થતો જ રહે છે. ચકલીઓને નિહારવા માટે પણ લોકો આ સ્થળે આનંદ લઇ શકે છે. તમને અહી પક્ષીઓની દુર્લભ શ્રેણી જોવા મળશે. અહી જતા પક્ષીઓનો કલરવ, નીરવ શાંતિ, હોડીઓ પાણીને ચીરે તે અવાજ તમારા કાનમાં શાંતિ ફેલાવશે. અહી તમને પ્રકૃતિની નજીક રહેવાનો અહેસાસ થશે.
નળ સરોવર એ એક તળાવ હતું, જે 120 ચોરસ કિમીના અંતરે ફેલાયેલ હતું. 1969 માં આને અભયારણ્યનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું.